તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભ્રષ્ટાચારની ક્લિપ વાયરલ:ઊનાની આંગણવાડી ભરતીમાં ભ્રષ્ટાચારની વધુ 1 ક્લિપ વાયરલ

ઊના2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તત્કાલીન સીડીપીઓજ ઉમેદવારોને રહેઠાણના દાખલા કઢાવવા માર્ગદર્શન આપતા હતા

ઊનાની બાલ વિકાસ સંકલીત આંગણવાડીની ભરતીમાં કૌભાંડ આચર્યાની વધુ બે ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. આ ક્લિપમાં તત્કાલિન સીડીપીઓ અને ક્લાર્કના નામનો ઉલ્લેખ થઇ રહ્યો છે.સીડીપીઓ અને ઉમેદવારો વચ્ચેની વાતચીતમાં તેઓ ઉમેદવારને એમ સમજાવી રહ્યા છે કે, કઇ રીતે સેટીંગ કરીને ઘૂસી જવું. ક્લિપમાં તેઓ એવું કહેતા સંભળાય છે કે

જે વોર્ડમાં તમે રહો છો ત્યાં જગ્યા નથી. એટલે તમારે જો આંગણવાડીની નોકરી કરવી હોય તો એ વોર્ડ નંબરના પુરાવા આપવા પડે જ્યાં આંગણવાડી કેન્દ્રમાં જગ્યા ખાલી છે. એ આંગણવાડી કેન્દ્રમાં નોકરી મેળવવા માટે વોર્ડમાં રહેણાંકના પુરાવા તરીકે તમારે ભાડા ચિઠ્ઠી કરાવવી પડશે. નગરપાલીકામાં કોઇ ઓળખતું હોય તો એ કામ થઇ જશે

. વાયરલ થયેલા ઓડીઓમાં તત્કાલીન સીડીપીઓ, ડેટા ઓપરેટર, ક્લાર્ક વચ્ચે વાતચીતમાં કચેરીમાંથી નોકરી પરથી કોને કાઢવા તેના ષડયંત્ર પણ રચાતા હોવાની વાતો પણ થઇ રહી છે. આ આંગણવાડી ઓનલાઇન ભરતી કૌભાંડમાં વ્યવહાર ચોખ્ખા રાખવા પડશે, કેટલાક બીલની પણ વાત થાય છે અને કોઇ કર્મચારીની વિદાય વખતે પણ નાણા ઉઘરાવવાની વાતો થઇ રહી છે. આ જોતાં આ કૌભાંડ પાછળ લાંબુ લીસ્ટ બહાર લાવવા તટસ્થ અધિકારીને સમગ્ર પ્રકરણની તપાસ સોંપવામાં આવે તો સમગ્ર કૌભાંડ બહાર આવી જાય એમ છે.

વાયરલ ઓડિયો ગાંધીનગર પહોંચતાં નિયામક દોડી આવ્યા:આઠ દિવસથી સમગ્ર તાલુકામાં આંગણવાડી વર્કર અને તેડાગરની ઓનલાઇન ભરતીમાં કૌભાંડનો ઓડિયો વાયરલ થતાં તે ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. આથી નિયામક ઊના દોડી આવ્યા હતા. આ ભરતી સમયે કોણે કોણે કામગીરી શુ શુ કરી હતી. તેવા 3 કર્મચારી અને તત્કાલીન સીડીપીઓના નિવેદન પણ નોંધ્યા હતા.

મારા મોબાઇલ ડેટા કચેરીમાંથી જ કોઇએ હેક કરી ઉઠાવ્યા: સીડીપીઓ
પૂર્વ સીડીપીઓ દર્શનાબેન પુરોહિતની મુલાકાત લઇ આ સમગ્ર કૌભાંડ અંગે વાયરલ થયેલી ઓડીઓ બાબતે પૂછતાં અને તેમાં કર્મચારી, અધિકારીઓ અને ઉમેદવાર વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો કઇ રીતે વાયરલ થયો અને કોણે કર્યો. એ અંગે પૂછતાં તેમણે ગોળ ગોળ ભાષામાં જણાવ્યું કે, ઘણી વખત મારો મોબાઇલ કોમ્પ્યુટર ઓપરેટરના રૂમમાં ચાર્જીંગમાં મૂક્યો હોય છે.

અને અચાનક કોઇ મિટીંગમાં ઇમરજન્સી ચાલ્યા ગયા હોય એ વખતે ઓફિસનાજ કોઇ કર્મચારીઓએ ડેટા ચોરીને મેળવી લીધા હોય અથવા તો કોઇ સરકારી ડોક્યુમેન્ટ ઓપરેટરને કાઢવા આપેલ હોય એ વખતે ડેટા કાઢી લીધા હોય અને મોબાઇલ હેક કરી લીધો હોય એવી મને શંકા છે. તે અંગે હું સાઇબર ઓપરેટરનો સહારો મેળવી હકીકત જાણી પોલીસ ફરિયાદ કરવા તજવીજ કરી રહી છું. જોકે, પોતાની ઉમેદવારને સલાહ આપતી વાતને લઇ તેમણે મગનું નામ મરી પાડ્યું નહોતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો