તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ઊનાના યાજપુર પાસે છકડો પલ્ટી ખાતાં 1 મોત, 7 ને ઇજા; ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો

ઉના14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બનાવને પગલે મૃતકના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

ઊના-ભાવનગર હાઇવે પર યાજપુર ગામ પાસે છકડો રીક્ષા પલ્ટી ખાતાં રીક્ષામાં બેઠેલી 7 થી 8 વ્યક્તિને ઇજા થઇ હતી. જેમાં 1 વ્યક્તિ ગંભીર હોઇ સારવાર માટે રાજકોટ રીફર કરાઇ હતી. જ્યાં પહોંચે એ પહેલાં રસ્તામાંજ તેનું મોત નિપજ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, રામભાઇ કાળુભાઇ ભાલિયા (રે. ગરાળ) પોતાની છકડો રીક્ષામાં પેસેન્જરો ભરી ઊના થી ગરાળ જતા હતા. એ દરમ્યાન ઊનાથી 5 કિમી દૂર હાઇવે પર યાજપુર ગામ પાસે અચાનક રીક્ષા ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને છકડો રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. આ બનાવમાં રીક્ષામાં બેઠેલા ઉગાભાઇ રાઠોડ, ડાયબેન (રે. દેલવાડા) તેમજ 7 થી 8 વ્યક્તિને નાનીમોટી ઇજા પહોંચી હતી. જેમાં ઉગાભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતાં 108 માં ખાનગી હોસ્પીટલે ખસેડાયા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયા હતા. પણ રાજકોટ પહોંચે એ પહેલાંજ તેમનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે મૃતકના પુત્ર જીતુભાઇએ ચાલક સામે ઊના પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો