તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દેલવાડા-દિવ રોડ પર કારમાંથી દારૂની 52 બોટલ સાથે 1 ઝબ્બે

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર મળી કુલ રૂ.95.300નો મુદ્દામાલ કબ્જે કરાયો

દેલવાડા-દીવ રોડ પર કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી પોલસને મળી હતી. જેના આધારે પોલીસે એક શખ્સને વિદેશી દારૂની 53 બોટલ સાથે ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ દીવથી આરોપી દારૂ ભરીને કારમાં આવતો હોવાની બાતમી પોલસને મળી હતી. જેના આધારે દેલવાડા દીવ રોડ પર કારમાં વિદેશી દારૂ સાથે આરોપી પરષોતમ સીવા શિયાળ રહે. ગઢડા ગામ, તા. મહુવા, જી. ભાવનગર વાળાને ઝડપી પાડ્યો હતો. માંડવી ગામ નજીક હોટલ પાસે કાર નં. GJ-1-DD-9627ને રોકાવી તલાસી લેતા કારની પાછળની સીટ તથા ડેકીમાં વિદેશી દારૂ બોટલ નંગ-52 કિ.રૂ. 25,300 તેમજ કાર સહિત કુલ કિ.રૂ.95,300નો મુદ્દામાલ સાથે શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...