ક્રાઇમ:સનખડામાંથી દારૂ સાથે 1 ઝડપાયો

ઊના13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂની 276 બોટલ, કાર સહિત 2.67 લાખનો મુદ્દામાલ કબ્જે

ઊનાના સનખડા ગામે ઘર પાસે પાર્ક કરેલી કારમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ઊનાના સનખડામાં રહેતા જયપાલસિંહ નરેન્દ્રસિંહ રાઠોડના ઘર પાસે પાર્ક કરેલી કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પાંચાભાઇ બાંભણિયા, અરવિંદભાઇ, પરસોતમભાઇ સહિતના પોલીસ સ્ટાફે કારની તલાશી લીધી હતી.

જેમાં પાછળની ડીકીમાંથી રૂ. 67 હજારની દારૂની 276 બોટલ મળી આવી હતી. પોલીસે કાર સહિત કુલ રૂ. 2.67 લાખથી વધુના મુદ્દામાલ સાથે વિજય કાળુ ગોહીલને ઝડપી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતાં આ દારૂ જયપાલસિંહ નરેન્દ્રસિંહ રાઠોડે આપ્યાનું ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...