માર્ગદર્શન:તાલાલામાં નારી સંમેલન, કાયદાકીય અધિકારો, યોજનાઓને લઇ સમજ

તાલાલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારની વિવિધ યોજનાઓ વિશે પણ માર્ગદર્શન અપાયું

તાલાલા આહીર સમાજની વાડી ખાતે નારી સંમેલન યોજાયું હતું. જેમાં જિ.પં.નાં પ્રમુખ રામીબેન વાજાએ કહ્યું હતું કે, પીએમનાં શાસનકાળમાં મહિલાઓનાં અધિકારને સુદ્દઢ બનાવાયા છે. અને નારી શક્તિનું પ્રતિનિધિત્વ આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી જોવા મળે છે. અને મહિલાઓ સમાજનાં દરેક ક્ષેત્રોમાં યોગદાન આપી રહી છે. મહિલાઓનાં સર્વાગી વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈલ છે. જેમનો લાભ લેવો જોઈએ.

જ્યારે મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતીનાં અધ્યક્ષા વિલાસબેન દોમડીયાએ જણાવ્યું હતું કે, મહિલાઓ આત્મ નિર્ભર બને એ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બનાવાઈ છે. અને 181 અભ્યમ જેવી હેલ્પલાઈનની સેવાથી મહિલાઓની સમસ્યાનું નિરાકરણ થઈ રહ્યું છે. આ ઉપરાંત આ સંમેલનમાં મહિલાઓને કાયદાકીય અધિકારોની જાણકારી અપાઈ હતી. આ તકે પ્રીયંકાબેન પરમાર, જે.બી.જસાણી, પ્રવિણબેન લશ્કરી, દિવ્યાબેન રામ, દક્ષાબેન દેવમુરારી, વિપુલભાઈ મકવાણા સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...