ફફડાટ:તાલાલા શહેરના રેલવે સ્ટેશન પાસે બે સિંહે ગાયનું મારણ કર્યું

તાલાલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગામડા બાદ હવે શહેરી વિસ્તારમાં પણ સિંહોના આંટાફેરા
  • હાલ સિંહોની સંખ્યામાં વધારો થતાં હવે તેને જંગલ પણ ટૂૂંકું પડી રહ્યું છે

તાલાલામાં ગતરાત્રિના રેલવે સ્ટેશન વિસ્તારમાં 2 સિંહોઅે આવી ચડી ગાયનું મારણ કર્યું હતું. ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરી વિસ્તારમાં પણ સિંહોના આંટાફેરા વધી જતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. ખાસ કરીને સિંહોની સંખ્યા વધતા જંગલ ટૂંકું પડી રહ્યું હોય સિંહો ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારને પણ ઘમરોળી રહ્યા છે. આ અંગે મળતી વિગત મુજબ તાલાલા શહેરના વોર્ડ નંબર 6માં આવેલ રેલવે સ્ટેશન વિસ્તારમાં શનિવારની રાત્રીના 2 સિંહ આવી ચડ્યા હતા. સિંહોએ રેલવેના મેઇન ગેઇટથી ચોકમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં રેઢિયાર ગાયનો શિકાર કર્યો હતો.

ગાયની ચિખો સાંભળી લોકો ભેગા થઇ ગયા હતા ત્યારે લોકોની હાજરીમાં સિંહોએ મારણની મિજબાની માણી હતી. 15 દિવસ અગાઉ સિંહોએ વોર્ડ નંબર 4માં આવેલ રામમંદિર વિસ્તારમાં આવી ચડી મારણ કર્યું હતું. દરમિયાન અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં જ ચડી આવતા સિંહોના હવે શહેરી વિસ્તારમાં પણ આંટાફેરા વધી ગયા હોય લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને સિંહોની સંખ્યામાં વધારો થતા તેને જંગલ વિસ્તાર ટૂંકો પડી રહ્યો હોય જંગલ છોડી ગ્રામ્ય અને શહેરી વિસ્તારને ઘમરોળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...