હાલાકી:મગફળીના તૈયાર પાક પર તાલાલા પંથકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

તાલાલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ સોમવારે તાલાલા પંથકમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને બપોરે 2 થી 6 વાગ્યા દરમિયાન 3 ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો. ખેતરમાં મગફળીનો પાક તૈયાર હોય, તાલાલા પંથકમાં પડેલા વરસાદથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

તાલાલા પંથકમાં સોમવારે બપોર બાદ વરસાદે જોર બતાવ્યું હતું અને શહેર તથા ગ્રામ્ય પંથકમાં વરસાદ પડવાનું શરૂ થયું હતું. તાલાલાના માધુપુર, ધાવા, ગુંદરણ, બોરવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તેમજ તાલાલા શહેરમાં પણ વરસાદ પડ્યો હતો. વેરાવળ જિલ્લા કંટ્રોલ રૂમના આકડા મુજબ, તાલાલામાં 2 થી 4 દરમિયાન 25મીમી અને 4 થી 6 દરમિયાન 53 મીમી વરસાદ થયો હતો. તાલાલા પંથકમાં પડેલા અચાનક વરસાદના પગલે ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઇ હતી. કારણકે છેલ્લા કેટલાય સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતોએ મગફળી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. ખેતરમાં મગફળીના પાથરા પડ્યા છે. કેટલાકને ખેડૂતોને ત્યા તો થેસર પણ ચાલતા હતા, પરંતુ અચાનક વરસાદના કારણે ખેડુતોમાં દોડધામ મચી ગઇ હતી. મગફળીના પાથરા અને મગફળી પણ પલળી ગઇ હતી.

તાલાલામાં સીઝનનો 75 ઇંચ વરસાદ
તાલાલા તાલુકામાં જુન માસથી વરસાદ પડી રહ્યો છે. તાલાલામાં સીઝનનો 75. 64 ઇંચ વરસાદ થયો છે. જે ગીર-સોમનાથ જિલ્લાનો સૌથી વધુ વરસાદ તાલાલામાં છે.

અન્ય સમાચારો પણ છે...