તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં રોષ:તાલાલાથી ગલિયાવડનો રસ્તો અધૂરો મૂકી દીધો

તાલાલા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેટલીંગ કામ અધૂરું મૂકી દેવાતાં છાશવારે અકસ્માત થાય છે

તાલાલાથી ગલિયાવડ, ખીરધાર, જેપુરને જોડતો રસ્તો નવો બનાવવાનું કામ ત્રણ માસ પહેલાં શરૂ થયું હતું. પણ રોડ પર મેટલીંગ પાથરવાનું કામ અધૂરું મૂકી દેવાતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. ગલિયાવડ ગામના અગ્રણી રમેશભઇા બારડ અને અબ્દુલ્લાશાહ બાપુએ ગિર સોમનાથના કાર્યપાલક ઇજનેરને આ મુદ્દે રજૂઆત કરી માંગ કરી છે કે, તાલાલા, ગલિયાવડ રોડ નવો બનાવવા મેટલીંગનું કામ કરાયું એ અધૂરું રહેતાં રોડ પર ઠેર ઠેર મેટલીંગના પથ્થરો વાહનના ટાયરમાં આવે છે.

રોડ પરથી પગપાળા ચાલવું પણ મુશ્કેલ છે. આથી તાકીદે રોડનું કામ શરૂ કરવામાં આવે. આ રોડ હિરણ નદીના કાંઠેથી પસાર થતો હોઇ રોડની નદી તરફની સાઇડમાં અમુક અંતરે પ્રોટેક્શન વોલ બનાવાઇ હતી. તે જેસીબીથી ખોદવામાં આવી હતી. બાદમાં એ ભાગ પૂરવામાં નથી આવ્યો. આથી ભયંકર અકસ્કાત સર્જાવાની ભિતી રહે છે.

અન્ય સમાચારો પણ છે...