કામગીરી:તાલાલામાં આવેલ મંજૂરી વિનાનું બાંધકામ પાલિકાએ તોડી પાડ્યું

તાલાલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંજૂરી મેળવવાની તાકીદને વેપારીએ ગણકારી નહોતી

તાલાલા શહેરના વેરાવળ રોડ પર મંજૂરી વિના દુકાન બનાવનાર વેપારીને નોટીસ આપ્યા બાદ આખરે પાલિકાએ બાંધકામ તોડી પાડ્યું હતું. તાલાલાના વેરાવળ રોડ પર ગર્લ્સ હાઇસ્કુલ પાસે એક વેપારીએ દુકાનો બનાવવાનું શરૂ કર્યું હતું. પાલિકાની હદમાં હોવા છત્તાં તેણે બાંધકામની મંજૂરી લીધી નહોતી.

અને એક સ્લેબ પણ ભરી લીધો હતો. પાલિકાએ બાંધકામ અટકાવી મંજૂરી મેળવી લેવા તાકીદ પણ કરી હતી. જેને વેપારીએ ધ્યાને લીધી નહોતી. આથી નોટીસ બાદ આજે નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ તોડી પાડ્યું હતું. આ કામગિરી વખતે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...