તાલાલા પંથકના હડમતીયા ગામે પાણી ઢોળવાની કોઈ વાત મુદ્દે બોલાચાલી થયા બાદ એક શખ્સે પ્રોઢ પર છરીના ત્રણ ઘા ઝીકી દીધા હતા.અને સારવારમાં પ્રૌઢનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.પોલીસે બાતમીના આધારે શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, હડમતીયા ગામે રહેતાં 2 મેનાં રોજ ઇસ્માઇલ ભાઈ પર મુસ્તાકીમ બગસભાઈ શીરમાણે છરીના 3 ઘા ઝીકી હત્યા કરી હતી.જેથી પોલીસે ગુનો દાખલ કરી આ શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
અને મુસ્તાકીમ હડમતીયા, સુરવા,માધુપુર, ઘુડબરીયાની સીમમાં હોય બાતમી મળતા જ પીએસઆઈ પી.જે બાંટવા ના માર્ગદર્શન હેઠળ હિરેનભાઈ રામસિંહભાઈ ઝાલા, જોરસંગભાઈ પરમાર,વિનોદભાઈ ગોહિલ,બાબુભાઇ ડોડીયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી ઝડપી લીધો હતો.અને તાલાલા પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.