કાર્યવાહી:તબીબે પચાવી પાડેલી જમીન વન વિભાગે પાછી મેળવી 11 લાખ વસુલ્યા

તાલાલા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હરમડિયા ગીરમાં કોમર્શીયલ બાંધકામ બદલ 11 લાખનો દંડ પણ વસુલાયો

તાલાલા તાલુકાના હરમડિયા (ગીર) ગામે વનવિભાગની જમીન ઉપર ઊનાના તબીબ ડો. વઘાસિયાએ પેશકદમી કરી હોટલ ખડકી દીધી હતી. આ અંગે ગીર સોમનાથ કલેક્ટરે તબીબ સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો પણ નોંધ્યો હતો. આ જમીનનો કબ્જો વનવિભાગે ફરી સંભાળી 11 લાખનો દંડ પણ વસુલ્યો છે. ઊનાના તબીબ ડો. વઘાસિયા સામે હડમતિયા (ગીર) ગામે વનવિભાગની સર્વે નં. 239 ની જમીનમાં ગેરકાયદેસર પેશકદમી કરી હોટલનું બાંધકામ કરી દીધું હતું.

આ અંગે ગીર સોમનાથ કલેક્ટરે તબીબ સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધવા આદેશ કર્યો હતો. બાદમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત થતાં ગીર પશ્ચિમના ડીસીએફ ડો. ધીરજ મીત્તલની રાહબરી હેઠળ તાલાલાના આરએફઓ ભટ્ટ, સ્ટાફના પ્રવિણભાઇ વાળા, બી. વી. બકોત્રા, એમ. એ. રવિયા, સહિતનાએ કોર્ટમાં રજૂઆત કરી હતી. કોર્ટ દ્વારા દબાણ વાળી જમીન ઉપરનું બાંધકામ તોડી જંગલને થયેલી નુકસાની પેટે રૂ. 11,28,000 ની રકમ વસુલવા આદેશ આપ્યો હતો. આથી તાલાલા વનવિભાગે જમીનનો કબ્જો સંભાળી દંડ વસુલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...