કલાત્મક:ખીલી અને દોરા વડે બનાવેલ કલાત્મક શોપીસ-ફોટોફ્રેમ પ્રવાસીઓના મન મોહી લે છે

તાલાલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 17 થી 18 વર્ષ પહેલા શોખથી બનાવવાનું શરૂ કરેલ, આજે 180થી વધુ ડિઝાઈન

તાલાલાનાં બોરવાવ ગામે રહેતા સુરેશભાઈ રૂપારેલીયાએ 17 થી 18 વર્ષ પહેલા પોતાના શોખ માટે ખીલી અને દોરા વડે શોપીસ-ફોટોફેમ બનાવવાનું શરૂ કર્યું હતું. આ કલાત્મક વર્ક આજે ગીરની ખ્યાતી બની ગયું છે.વધુમાં તેઓ જણાવી રહ્યા છે કે, વર્ષો પહેલા દોરા-ખીલી વડે બનાવેલ એક વસ્તુને જોઈ હતી. જેને અલગ સ્વરૂપ આપી મોટા ફલક પર લઈ જવાનો વિચાર કર્યો હતો.

જેમાં મારા ધર્મપત્તિ વર્ષાબેનનો સહયોગ મળતા અને મીશન મંગલમ યોજનાનો લાભ મળતા સખીમંડળની રચના કરવામાં આવી છે જેથી 10 જેટલા પરિવારોને રોજગારી પણ મળી છે. તેમજ અમારા ગામના બહેનો પણ ઉત્સાહ સાથે કામ કરે છે અને આ વર્ક શીખવા સાથે સ્વરોજગારી મેળવી 4 હજાર રૂપિયા કમાઈ રહ્યાં છે.

આજે 180 થી પણ વધુ ડિઝાઈન બનાવી છે. જેમાં 35થી પણ વધુ તો માત્ર ગીરના સિંહની જ છે. સિંહ સહિતની કૃતિઓથી વનવિભાગનાં ડીસીએફ સંદિપકુમાર પણ પ્રભાવિત થયા હતા. અને વનવિભાગનાં કાર્યક્રમોમાં તેમજ તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રતિકૃતિ પણ તૈયાર કરી છે. આ કૃતિઓ રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી સહિતનાં સન્માન-અભિવાદનમાં અપાઈ રહી છે. 500 થી 50000 સુધીનાં પીસ બનાવી આપીયે છીએ. અમારે ત્યાથી વર્ષમાં પાંચ લાખની કલાકૃતિઓનું વેંચાણ થઈ રહ્યુ છે. આગામી સમયમાં નેઈલ એન્ડ થ્રેડ વર્ક ગીરની એક બ્રાન્ડ બની ઉભરશે.

અન્ય સમાચારો પણ છે...