તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નબળી કામગીરી:તાલાલાનાં ઉમરેઠી-ધણેજ રોડ બે દિવસમાં જ કંગાળ બન્યો

તાલાલા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલાલા પંથકના રોડના કામોમાં મોટાપાયે ભ્રષ્ટ્રાચાર
  • કોન્ટ્રાક્ટર પાસેથી રસ્તાને ફરીથી બનાવવા ઉગ્ર માંગ

તાલાલા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં બનતાં નવા રોડ-રસ્તાએ 2 દિવસમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. હલકી ગુણવતાનાં મટીરીયલથી કામો થતાં રોડ માંથી કાંકરી ઉખડવા લાગતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તાલાલનાં ઉમરેઠી થી ધણેજ ગામને જોડતાં જિલ્લા પંચાયતના હસ્તકનાં રોડનું કામ બે દીવસ પહેલા કરવામાં આવ્યું હતું. રોડનું કામ એસ્ટીમેન્ટ પ્રમાણે કરવાનાં બદલે કરવાનાં બદલે કોન્ટ્રાક્ટરોએ નબળી ગુણવતા વાળા મટીરીયલથી કામગીરી કરાયું હોય. જેના કારણે તાજા બનેલા રોડ પરથી ડામર ઉખડવા સાથે કાકરી ખરવા લાગી છે. સરકાર દ્વારા રોડ મંજૂર કરવામાં આવે છે. લોકોની સુખાકારીનાં બદલે પોતાની સુખાકારી વધારતા કોનટ્રાક્ટરો પાસેથી રોડનું કામ ફરીથી યોગ્ય કરાવવા તાલાલાનાં ગ્રામ્ય પંથક માંથી ઉગ્ર માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...