તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:તાલાલાનો જાહેર બગીચો ખંડેર

તાલાલા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
બગીચાની સાર સંભાન ન રખાતા ખંડેર. - Divya Bhaskar
બગીચાની સાર સંભાન ન રખાતા ખંડેર.
 • સાર્વજનીક પ્લોટ પરના દબાણ દુર કરી બાલ ક્રિંડાંગણ બનાવવા માંગ ઉઠી

તાલાલા શહેર ગીર વિસ્તારનું મુખ્ય પ્રવેશદ્વાર કહેવાય છે. પરંતુ શહેરનો વિકાસ કરવામાં હજુ ઘણુ ખુટતું હોય તેમ જણાઈ આવે છે. શહેરનું પબ્લીક ગાર્ડન ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયું છે. જ્યારે શહેરમાં અન્ય કોઈ બગીચા ન હોવાથી શહેરના બાળકોની રમત-ગમત બંધ છે. જેના કારણે સાર્વજનીક પ્લોટોમાં બાગ-બગીચા બનાવી દરેક વોર્ડનાં દરેક વિસ્તારમાં સાર્વજનીર પ્લોટોમાં બગીચા વિકસાવી અને લાગું પડતી સોસાઈટીને જવાબદારી સોપવા માંગ ઉઠી છે.તાલાલ શહેરને નગરપાલીનો દરજ્જો 2016માં મળ્યા બાદ વર્તમાન સોથી સામાન્ય ચુંટણી યોજાવા જઈ રહી છે.

સરકારની વિવિધ ગ્રાંન્ટોમાં પણ વધારો થયો છે. પરંતુ શહેરને પુર્ણ વિકસીત કરવામાં હજુ ઘણી વ્યવસ્થા ખુટે છે. જેમાં હિરણ નદીના કાંઠે આવેલ પાલીકા ગાર્ડન સાત વર્ષ પહેલા લાખો રૂપીયાનાં ખર્ચે બનાવેલ તેની જાળવણીના અભાવે ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયેલ છે. બીજી બાજુ શહેરની દરેક સોસાયટીઓનાં સાર્વજનીક પ્લોટો પર લાગું પડતા લોકોએ દબાણ કરી લીધા છે. જેથી જાહેર બગીચાની સંભાળ લઈ ફરી કાર્યરત કરવા તથા સાર્વજનીક પ્લોટોનાં દબાણો દુર કરી બાલ કિડાંગણ તૈયાર કરાવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો