તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વે:તાલાલાના 10,300 ધરતીપુત્રો વાવાઝોડાના અસરગ્રસ્ત છે

તાલાલા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે બાગાયતી અને ખેતીવાડીમાં કરેલા સર્વેની વિગતો બહાર આવી

ગિરની કેસર કેરીના પાકને આ વખતા તાઉતે વાવાઝોડું ભરખી ગયું છે. આથી ખેડૂતોની માઠી દશા થઇ છે. સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનીનો સર્વે કરાવવા ટીમો મૂકાઇ છે. તાલુકાના 43 ગામોમાં 10,300 ખેડૂતો અસરગ્રસ્ત હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે.

તાલાલા તાલુકાના 43 ગામોમાં સર્વે માટે બાગાયત અને ખેતીવાડી અધિકારીઓની આગેવાનીમાં આવેલી 30 ટીમોએ ગામડાઓલમાં સર્વે હાથ ધર્યો હતો. તાલાલા તાલુકાનો 90 ટકા વિસ્તાર બાગાયતમાં કેસર કેરી ધરાવે છે. સર્વેમાં 10,300 ખેડૂતો પૈકીના 90 ટકા બાગાયતી ખેડૂતો છે. તેઓનો તૈયાર પાક ખરી પડવાથી પડેલા આર્થીક ફટકાથી ખેડૂતો ભાંગી ગયા છે. સર્વે બાદ સરકાર દ્વારા ખેડૂતોને સહાય અપાશે. હાલ મોટાભાગનો સર્વે પૂરો થઇ ગયો છે. અને આગામી દિવસોમાં ખેડૂતોને સહાયની રકમ સીધી બેંક ખાતામાં જમા કરાશે. હાલ ડોક્યુમેન્ટ તૈયાર કરવાની કામગિરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...