ધરપકડનો ભય:તાલાલા તાલુકા પંચાયત કચેરી અડધી ખાલીખમ

તાલાલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વર્તમાન અને નિવૃત્ત કર્મચારીઓ પણ ઝપટે ચઢશે

તાલાલા તાલુકા પંચાયતમાં કરાર આધારિત કર્મીએ આચરેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારમાં નાયબ હિસાબી અધિકારી જેલ હવાલે છે. જેમના નામ ખૂલ્યાં છે તેઓના આગોતરા કોર્ટે ફગાવી દીધા છે. ત્યારે તા.પં.માં ધરપકડની બીકથી અનેક કર્મચારીઓ ગેરહાજર છે. પરિણામે કચેરીમાં ઘણા ટેબલ ખાલી જોવા મળે છે.

તાલાલા તાલુકા પંચાયતમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીએ પગારની બેંક એડવાઇઝરીમાં પોતાનું નામ ઉમેરી દર મહિને 10 લાખ રૂપિયા જેવી રકમ મળી 3 વર્ષમાં કરોડો રૂપિયા ગપચાવી લીધા. આ કૌભાંડના મુખ્ય સુત્રધારે આપઘાત કરી લીધો હતો. એક જેલ હવાલે છે. અમુકને આગોતરા નથી મળ્યા. અને તપાસમાં ગતિ આવતાં બીજા પણ ઝપટમાં આવી જાય એવી શક્યતા હોઇ અનેક કર્મચારીઓ ગેરહાજર રહેવા લાગ્યા છે. પરિણામે લોકોના કામ પર પણ અસર પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...