હાલાકી:તાલાલા પુરવઠા ગોડાઉન મેનેજરની બેદરકારીથી રેશનીંગ ન મળ્યું, રોષ

તાલાલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનદારોને સમયસર માલ ન આપી લોકોની હાલાકી વધારી

તાલાલા તાલુકાનાં 45 ગામો અને તાલાલા શહેરનાં કુપન ધારકોને ચાલુ માસમાં વિતરણ કરવાનો સરકારી અનાજનો જથ્થો પુરવઠાનાં ગોડાઉન મેનેજરએ બેદરકારી દાખવી માલ રેશનીંગનાં દુકાનધારકોને સમયસર ના આપતા કુપન ધારકોને અનાજનાં મળતા ભારે હાલાકી વધી છે. સરકાર કોરોનાની સ્થિતીમાં દેશનાં ગરીબોને સમયસર મફતમાં સરકારી અનાજનો જથ્થો પુરો પાડવા કમર કસી ચુકી હોઇ પરંતુ તાલાલામાં રેશનીંગનાં દુકાનદારોને માલ સમયસર પુરો પાડવા બાબતે પુરવઠાનાં ગોડાઉન દ્વારા સમયસર અનાજનો જથ્થો અપાતા કુપનધારક રેશનીંગની દુકાને માલ લેવા જાય પરંતુ જથ્થો આવ્યયો ના હોવાથી લોકોને ધક્કા થતા તાલાલા તાલુકાનાં 45 ગામનાં દુકાનધારકો અને તાલાલા શહેરનાં લોકો ચાલુ માસમાં અનાજ વગરનાં રહ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા કલેકટર તાકીદે આ અંગે તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરી લોકોને સમયસર અનાજનો જથ્થો પુરો પડાવવા પ્રજાલક્ષી કામગીરી કરે તેવી તાલાલાનાં લોકોમાંથી ઉગ્ર માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...