નોટીસ:તાલાલા ખાંડ ફેકટરી કર્જામાં, કબજો મેળવવા નોટીસ ફટકારી

તાલાલા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકોની 19 કરોડથી વધુની રકમ લેણી, 10 વર્ષથી બંધ હાલતમાં છે

તાલાલાની આર્થિક ઉન્નતિમાં જેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. એવી તાલાલા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી છેલ્લા 10 વર્ષથી બંધ હોય સંસ્થા પાસે બેંકોની બાકી લહેણી રકમ મુદ્દે જૂનાગઢ ડિસ્ટીક બેંક દ્વારા ખાંડ ફેકટરીને નોટીસ આપી પ્રતિકારાત્મક કબજો મેળવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

તાલાલા ખાંડ ફેકટરી પાસે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ બેંકનાં મળી કુલ 10,43,000,00ની મુદલ રકમ બાકી હોય અને વ્યાજ સાથે 19 કરોડથી વધુની બાકી રકમ રહેતી હોય બેંકે સરફેન્ચી એક્ટ હેઠળ પ્રતિકારાત્મક કબજો મેળવવા ગત 28 જાન્યુ.નાં નોટીસ પાઠવી હતી. અને સોમવારે બેંકનાં સીઈઓ કિશોર ભટ્ટ સાથે જૂનાગઢ અને તાલાલા બેંકનાં મેનેજર સાથે રહી ખાંડ ફેકટરીની મિલ્કત બાકી લેણાથી કબજો ગણાવતી હોવાની નોટીસ લગાડી હતી.

તાલાલા સહિત સોરઠનાં 6 તાલુકામાં કાર્યક્ષેત્ર અને સભાસદો ધરાવતી આ ખાંડ ફેકટરી છેલ્લા 10 વર્ષથી મૃતપાય સ્થિતીમાં છે. સરકાર દ્વારા આ સંસ્થાને આર્થિક પેકેજ આપી ફરી ધમધમતી કરવામાં આવે એવી માંગ પણ ખેડૂતોમાં ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...