પ્રામાણિકતા:તાલાલા 108નાં કર્મીની પ્રામાણિકતા, સોનાનો ચેઇન, 6 વિંટી પરત કર્યા

તાલાલા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાલાલાનાં માધુપુર ગિર ગામ પાસે આજે બપોરનાં 3 વાગ્યાની આસપાસ ઉદયભાઈ પોતાની પત્નિ રવિનાબેનને સાથે લઈ તાલાલા તરફ જઈ રહ્યાં હતા. ત્યારે હરણ આડું ઉતરતા બાઈક સ્લીપ થઈ જતા બંને બેભાન થઈ ગયા હતા.આ અકસ્માતનો ફોન તાલાલા 108ને આવતા ફરજ પર હાજર ઈએમટી મિરલ ઝાલા અને પાયલોટ રાજાભાઈ ગળચર ઘટના સ્થળે પહોંચી જોતા બંનેને માથાનાં ભાગે ઈજા પહોંચી હોય, બેભાન હાલતમાં જણાતા સ્થળ પર જરૂરી સારવાર આપી.

તાલાલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યારે તેમની સાથે રહેલ સોનાનો ચેન 1,ૢવીંટી 6 અને મોબાઇલ 2 તેમના સગા દીપક બારોટને પરત કરતા તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરી બદલ 108નાં ઉચ્ચ અધિકારી જયેશ કારેના, યુવરાજસિંહ ઝાલાએ પણ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...