માર્ગદર્શન:કૃષિ યુનિ.નાં છાત્રોને કેરીનાં ગઢ તાલાલામાં તાલીમ મળશે

તાલાલા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેરી, બગાયત ખેતીથી આત્મનિર્ભર બનવાની તાલીમ આપવામાં આવશે

તાલાલામાં સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવેલ ભારત-ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સેલેન્સ સેન્ટર ખાતે જૂનાગઢ કૃષી યુનીવર્સીટીના છાત્રોને બાગાયત ખાતાની કૌશલ્ય વર્ધન તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. કેસર કેરીનાં ગઢ ગણાતાં તાલાલા સહિતનાં ગીર પંથકનાં ખેડૂતોની બાગાયત ખેતી સમુદ્ધ બને તે માટે વર્ષ 2014માં ભારત અને ઈઝરાયલના સંયુક્ત ઉપક્રમે તાલાલામાં મેંગો એક્સેલેન્સ સેન્ટર સ્થાપવામાં આવ્યું છે.

ફરજ બજાવતાં પોડેક્ટ ઓફીસર વી.જી. હદવાણી અને નિષ્ણાંત બાગાયત આધીકારી વી.એચ. બારડ ગીર-સોમનાથનાં નાયબ બાગાયત અધિકારી એ.એમ. દેત્રોજાનાં માર્ગદર્શન હેઠળ કૃષી મહાવિદ્યાલય જૂનાગઢનાં 52 છાત્રોને તાલીમ આપવામાં આવશે. જેમાં આજથી એક મહિના સુધી નિવાસી તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તાલીમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વિષય નિષ્ણાંત દ્વારા તેમનામાં કુશળતા કેળવી આત્મનિર્ભર બનાવવાનો છે. ઉપરાંત તાલીમ દરમ્યાન પ્રગતિશિલ ખેડૂતો અને નર્સરી મેનની મૂલાકાત કરાવી પ્રેક્ટીકલ નોલેજ વિદ્યાર્થીઓ મેળવે તેવા પ્રયત્નો એક્સેલેન્સ સેન્ટર દ્વારા કરવામાં આવનાર છે.

છાત્રો ખેડૂતોને મદદરૂપ થશે
તાલાલા મેંગો એક્સલેન્સ સેન્ટરમાં બાગાયતને લગતી તાલીમ મેળવી કૌશલ્ય વધારનાર છાત્રો તાલીમ મેળવ્યા બાદ બાગાયત ખેતી ધરાવતાં ખેડૂતોને મદદરૂપ થઈ શકશે. સેન્ટર પરથી મદદરૂપ થઈ શકે એ પ્રકારની તાલીમ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...