રજૂઆત / ગીર-સોમનાથમાં સ્ટોન ક્રશર થયા બંધ, વિકાસકામો અટક્યા

Stone crushers shut down in Gir-Somnath, development work halted
X
Stone crushers shut down in Gir-Somnath, development work halted

  • આગેવાનો, સરપંચોએ સીએમ-કલેકટરને રજુઆત

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

તાલાલા. તાલાલા સહિત ગીર-સોમનાથ જિલ્લાનાં 6 તાલુકામાં ચાલતા સ્ટોન ક્રસર ભુસ્તક શાસ્ત્રી દ્વારા રોયલ્ટી એકાઉન્ટ રદ કરતા બંધ થઇ ગયા હોઇ જેથી જિલ્લામાં વિકાસ કામો અટકી પડશે. આ  પ્રશ્નને લઇ જિલ્લા ભાજપ પ્રમુખે સીએમને રજુઆત કરી છે. જયારે તા.પં.નાં પ્રમુખ સહિત જિલ્લાનાં 100થી વધુ સરપંચોએ જિલ્લા કલેકટરને કામો ખોરવાયા હોવાની જાણ કરી યોગ્ય કરવાની માંગ કરી છે. તાલાલા તા.પં.નાં પ્રમુખ નિધીબેન સંતોકી, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર સહિત 100થી વધુ ગ્રામ પંચાયતોનાં સરપંચોએ મુખ્યમંત્રી અને જિલ્લા કલેકટરને લેખીત રજુઆત કરેલ કે, ગીર-સોમનાથ જિલ્લાનાં ભુસ્તર શાસ્ત્રી દ્વારા લીજ હોલ્ડરોની રોયલ્ટી એકાઉન્ટ બંધ કરેલ છે.

આ લીઝો વીસ વર્ષથી સરકારનાં નિયમનુસાર કાર્યરત છે. પરંતુ ત્યારે ભુસ્તરશાસ્ત્રી દ્વારા ઇ.સી.સર્ટી ન હોવાનાં કારણે રોયલ્ટી બંધ થયેલ છે. તથા કન્ટ્રકશન લાઇન, સરકારી પ્રોજેક્ટો, રોડ-રસ્તાનાં કામો, રો-મટીરીયલ ન મળવાનાં કારણે તમામ કામો બંધ થયેલ છે. બંધ થયેલા વિકાસનાં કામો પુન: શરૂ કરવા માંગ કરવામાં આવી છે.

ગીર-સોમનાથનાં કાયદાનો ધોકો
જિલ્લા ઉપરાંત જૂનાગઢ, પોરબંદર, અમરેલી જિલ્લાની મોટાભાગની લીઝો ઇ.સી. સર્ટી વિના શરૂ છે. ઇ.સી. સર્ટી સરકારે આપવાનું હોઇ જે 3 વર્ષથી  પેન્ડીંગ છે. તો કાયદાનો ધોકો ગીર-સોમનાથ જિલ્લા ઉપર જ કેમ  તેવા સવાલો  ઉઠી રહ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી