રજૂઆત:ગીર-સોમનાથની પ્રાથમિક શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરો

તાલાલા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત

કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી છે અને સરકાર દ્વારા વેક્સિનેશનની કામગીરી સારા પ્રમાણમાં જોવા મળી છે. જ્યારે ત્રીજી લહેરની સંભાવના પણ નહિવત વર્તાઈ રહી છે. જેથી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.કોરોનાની ત્રિજી લહેરની નહિવત સંભાવના હોવાથી બાળકોને કોઈ જાતનો ખતરો જણાતો નથી. દિવાળી પહેલા ધોરણ 1 થીં 5ની શાળાનાં ઓફલાઈન વર્ગો શરૂ કરવા વાલીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરાઈ છે. ત્યારે સરકારની ચોક્કસ ગાઇડ લાઇન પ્રમાણે શાળાઓ પૂર્વવત કરવા માટે સ્વ. નિર્ભર શાળા સંચાલક મંડળ ઞીર-સોમનાથ જિલ્લાના પ્રમુખ રાજુભાઇ પાનેલીયા, મંત્રી મિથુનભાઈ મકવાણા દ્વારા શિક્ષણ મંત્રીનેં રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...