મેઘવર્ષા / સોરઠ પંથકમાં ધીમીધારે 2 ઈંચ

તાલાલામાં 2 ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી.
તાલાલામાં 2 ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી.
X
તાલાલામાં 2 ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી.તાલાલામાં 2 ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી.

  • તાલાલામાં 2, માળિયા, ઊનામાં 1 અને જૂનાગઢ, ભેંસાણ, માંગરોળ, વિસાવદરમાં અડધો

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 04:00 AM IST

તાલાલા. સોરઠ પંથકમાં શનિવારે મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ હતી અને કોઈ જગ્યાએ ઝાપટાં તો કોઈ જગ્યાએ એક ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં માળીયા 1 ઈંચ,જૂનાગઢ શહેર-ગ્રામ્ય,ભેંસાણ, માંગરોળ,વિસાવદર, વેરાવળમાં અડધો ઇંચ પાણી વરસ્યું હતું જ્યારે કેશોદ,માણાવદર,વંથલી,મેંદરડામાં ઝાપટાં પડ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે,કે થોડા દિવસ પહેલા ભારે વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા અને અનેક ડેમો પણ ઓવરફ્લો થયા છે.જેથી સિંચાઈ, પીવાના પાણીના પ્રશ્નનો હલ થયો છે. જ્યારે તાલાલા સહિત ગીર પંથકમાં બે દિવસની વરાપ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઇ છે. અને વધુ બે ઇંચ વરસાદ વરસતા ખેતરોમાં દવા, નિંદામણની  કામગીરી થઇ શકી ન હતી.

તાલાલા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી 4 વાગ્યા સુધીમાં બે ઇંચ પાણી વરસ્યુ હતું. આ પંથકમાં મગફળી, સોયાબીન, શાકભાજી સહિતના પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયુ છે. સાર્વત્રિક વરસાદનાં રાઉન્ડ બાદ ખેડૂતો આઠ દિવસની સારી વરાપની રાહમાં હતા. પરંતુ ફરી વરસાદ શરૂ થતાં કામો અટકી પડ્યા હતા. આ ઉપરાંત વાત કરીયે તો ઊના પંથકમાં પણ અડધાથી એક ઈંચ જેવો વરસાદ નોંધાયો હતો. જ્યારે ભારે પવનનાં કારણે સામતેર પાસે રોડ પર વૃક્ષ ધરાશાયી થઈ જતા થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જો કે, જાનહાનિ થઈ ન હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી