તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેરીની સિઝનનો પ્રારંભ:ગીરના મુખ્ય મથક તાલાલા યાર્ડમાં આજથી માર્કેટીંગ યાર્ડમાં હર્રાજીના પ્રારંભ સાથે બજારમાં કેરી ઠલવાવા લાગશે

તાલાલા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
કેરીની તસવીર - Divya Bhaskar
કેરીની તસવીર

ગિરના મુખ્ય મથક ગણાતા તાલાલામાં આવતીકાલ તા. 4 મેથી કેસર કેરીની સીઝનનો પ્રારંભ થશે. તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરરાજીની શરૂઆત સાથેજ ગુજરાતભરના દરેક સેન્ટરના વેપારીઓ કેસર કેરીની ખરીદી માટે આવશે. યાર્ડમાં કેરીના વેચાણ માટે ખેડૂતો આંબેથી કેરીનો ફાલ ઉતારવા લાગ્યા છે.

અગ્રણી હર્રાજી શરૂ કરાવશે
આગામી દિવસોમાં સ્વાદના શોખીનોને ગિરની કેસર કેરીનો સ્વાદ માણવા મળશે.તાલાલાના સરદાર પટેલ માર્કેટીંગ યાર્ડ ખાતે આવતીકાલ તા. 4 મે ના રોજ કેસર કેરીની હરરાજીનો પ્રારંભ થનાર છે. યાર્ડના નવનિયુક્ત ચેરમેન સંજયભાઇ શીંગાળા સહિત અગ્રણીઓ હરરાજી શરૂ કરાવશે. કેસર કેરીની કમિશનથી ખરીદી કરતા વેપારીઓમાં કાળુભાઇ, મનસુખભાઇ, ગોરધનભાઇ, નિલેશભાઇ અને રમેશભાઇ સહિતના વેપારીઓ મુખ્ય છે. આ સહિતના વેપારી દ્વારા કેસર કેરીના સોદા શરૂ કરાશે એમ યાર્ડના સુત્રોએ જણાવ્યું હતું. કેરીના વ્યવસાય તેમજ ખેડૂતોને મુશ્કેલી ન પડે એ માટે યાર્ડના સેક્રેટરી હરસુખભાઇ જારસાણિયા અને સ્ટાફ દ્વારા વિવિધ આયોજન કરવામાં આવ્યા છે.

કોરોના સામે કેરીનું સેવન ગુણકારી
આરોગ્ય વર્ધક મનાતી કેસર કેરી તેના શ્રેષ્ઠ સ્વાદ, સુગંધ અને મીઠાશથી ભરપૂર હોય છે. કેરી ખાવાથી શરીરમાં લોહી અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કેરી કોરોનાના સમયમાં આરોગ્ય વર્ધક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો