ધાર્મિક મહોત્સવ:તાલાલા ખાતે ભાગવત સપ્તાહમાં રામ-કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

તાલાલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પટેલ ચોરાની જાનકી મહિલા મંડળ આયોજીત ધાર્મિક મહોત્સવ

તાલાલામાં ગાયત્રીજીના મંદિર પરીસરમાં પટેલ ચોરા જાનકી મંડળની બહેનો દ્વારા યોજવામાં આવેલ ભાગવત સપ્તાહમાં આજે શ્રી રામ અને શ્રી કૃષ્ણ ભગવાનનાં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તાલાલામાં ચાલતી શ્રીમદ્દ ભાગવત પારાયણમાં વ્યાસપીઠ પર ડો. મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા કથાનું રસપાન કરાવી રહ્યા છે.

તેમના મુખેથી જાણે સોનું પીરસવામાં આવી રહ્યું હોય તેમ દરરોજ મોટી સંખ્યામાં તાલાલા ઉપરાંત આસપાસના ગામોમાંથી ધર્મપ્રેમી જતના પધારે છે. જેમા આજે રામ અને કૃષ્ણ ભગવાનના જન્મત્સવની ઉજવણીમાં ભાવીકો તરબોળ બન્યા હતા. આગામી તા.19 સુધી ચાલનારી ભાગવત સપ્તાહમાં બાલકૃષ્ણ લીલા, ગોવર્ધન લીલા, અન્નકૃટ દર્શન, સુદામાં ચરીત્ર સહિતનાં પ્રસંગો ઉજવવામાં આવશે.

મહિલા મંડળે દ્વારકા પગપાળા જઇ કંકોત્રી આપી હતી
પટેલ ચોરા જાનકી મહિલા મંડળ દ્વારીકાધીશના આશીર્વાદ મેળવા ભાગવત સપ્તાહની કંકોત્રી લઈ દ્વારકા સુધી પગપાળા ગયા હતા. અને ભગવાનને સમક્ષ પધારવા દર્શન કરી વંદના કરી હતી. } તસવીર - જીતેન્દ્ર માંડવીયા

અન્ય સમાચારો પણ છે...