તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમથી લઇ VIP સોરઠમાં:દીવમાં રાષ્ટ્રપતિ, સાસણમાં અભિનેતા, સોમનાથમાં ઉત્તરાખંડનાં રાજ્યપાલ, આજે આવશે હરિયાણાનાં ડેપ્યુટી સીએમ

તાલાલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
તસ્વીરમાં આમિર ખાન અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ - Divya Bhaskar
તસ્વીરમાં આમિર ખાન અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
 • સિંહ દેશનું ગૌરવ, રોયલ એનિમલ : આમિર ખાન
 • આજે વહેલી સવારે રાષ્ટ્રપતિ રાજકોટ જવા માટે રવાના થશે

નાતાલની રજાને લઇ પ્રવાસીઓ સોરઠ તરફ આવી રહ્યાં છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ, સાસણ, સોમનાથ, દીવમાં રોકાયા છે, હજુ આવી રહ્યાં છે. ચાલુ વર્ષે માત્ર સામાન્ય પ્રવાસીઓ જ નહી પરંતુ વીવીઆઇપી પણ આવી રહ્યાં છે. છેલ્લા બે દિવસથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવની મુલાકાતે છે, જે સોમવારે રવાના થશે. તે પહેલા અભિનેતા આમિર ખાન પરિવારે સાથે બે દિવસ સાસણમાં રોકાણ કર્યું છે. ત્યારે રવિવારે ઉત્તરાખંડનાં રાજ્યપાલ બેબી રાણી મોર્ય કેશોદ એરપોર્ટ આવ્યાં હતાં.

બાદ ત્યાંથી સીધા સોમનાથ દર્શન અને પછી સાસણ જશે. તા. 28 ડિસેમ્બરથી હરિયાણાનાં ડે.સીએમ દુષ્યંત ચોટાલા પોરબંદર, સોમનાથ અને સાસણની મુલાકાતે આવશે. રવિવારે જૂનાગઢમાં ગિરનાર, સક્કરબાગ સહિતનાં સ્થળો પર પ્રવાસીઓની ભીડ રહી હતી.

આમિર સહિત 50 લોકોએ અઢી કલાક જંગલમાં વિતાવ્યા, કાલે રવાના થશે
આમિર ખાન અને તેની પત્નિ કિરણ રાવ પરિવારે સાથે સાસણમાં 15મી લગ્ન વર્ષગાંઠ ઉજવવા શનિવારે પહોચ્યો હતો. રાત્રીનાં રોકાણ બાદ રવિવારે વહેલી સવારે સિંહ દર્શન માટે સફારી પાર્કમાં જવા રવાનાં થયો હતો. સવારે 7 વાગ્યે થી 9:30 વાગ્યા સુધી જંગલમાં સમય વિતાવ્યો હતો. અને એક રૂટ પર જુદા-જુદા ચાર સ્થળે 13 સિંહ નિહાળ્યાં હતાં. આમિર ખાન તેની પત્નિ, બાળકો અને અન્ય પરિવારનાં સદસ્યો મળી 50નો કાફલો હતો. સિંહ નિહાળ્યાં બાદ આમિર ખાને કહ્યું હતું કે, અત્યાર સુધી સાસણ અને સિંહની વાતો સાંભળી હતી.

પરંતુ આજે તેનાથી પણ વધારે સુંદર દ્રષ્યો જોવા મળ્યાં છે. આ દ્રષ્યો જોઇને રોમાંચ સાથે આનંદ પણ થયો છે. સિંહ દેશનું ગૌરવ છે અને રોયલ એનિમલ છે. આજે તેની જુદી-જુદી એકશન જોવાનો મોકો મળ્યો હતો. તમામ લોકોને જરૂર જણાવીશ કે એક વાર સિંહ દર્શન કરવા જરૂર આવો અને લ્હાવો ઉઠાવવો જોઇએ.

આમિરે પત્નિને આપી સરપ્રાઇઝ, રાત્રે ગીત ગાયાં
રાત્રીનાં સમયે આમિર ખાને પત્નિને સરપ્રાઇઝ આપી હતી. તેના માટે હોટલમાં એક મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં આમિર ખાને જ ગીત ગાયા હતાં. તુમ બીન જાઉં કહા ગીત ગાયું હતું.

હોટલમાં એક મ્યુઝિકલ પાર્ટીનું આયોજન
હોટલમાં એક મ્યુઝિકલ પાર્ટીનું આયોજન
 • સિંહ દર્શન માટે જવા ગયા ત્યારે આમિર ખાન વીઆઇપી કારમાં બેસવાને બદલે પ્રવાસીઓ માટેની જીપ્સીમાં બેઠો હતો.
 • સિંહ નિહાળ્યાં બાદ સાસણમાં સિંહનાં રેશ્કયું સેન્ટર સહિતની જગ્યાની મુલાકાત લીધી હતી અને કામગીરીની માહિતી મેળવી હતી.

રાષ્ટ્રપતિ કોવિંદે દીવ કિલ્લાના લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કર્યું
દીવની ચાર દિવસની મુલાકાતે આવેલા મહામુહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે ત્રીજા દિવસે ઘોઘલા બ્લુ ફ્લેગની મુલાકાત લીધી હતી. હાલમાં જ ધોધલા બીચને બ્લુ ફ્લેગમાં સમાવેશ કરી બ્લુ સી સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે. તેવા સુંદર ઘોઘલા બીચનો કુદરતી નજારો, શાંત દરિયો અને પ્રશાસન દ્વારા કરવામાં આવેલ સુવિધાઓની રાષ્ટ્રપતિ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી, અને આ બીચ નિહાળવાનો લ્હાવો પ્રાપ્ત થયા બદલ ખુશી પણ અનુભવી હતી.

ત્યાબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાંજે સાત કલાકે આદર્શ સ્માકર દીવના કિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં દીવના કિલ્લા ખાતે લાઈટ અન્ડ સાઉંડ શોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ દીવ કિલ્લાનો લાઈટ એન્ડ સાઉન્ડ શો જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. જેથી દીવ ખાતે આવતા પર્યટકો પણ આ લાઈટ એન્ડ સાઉન્ડ શોનો લાભ લઈ શકશે. લાઈટ એન્ડ સાઉન્ડ શોના લોકાર્પણ બાદ મહામહિમ રામનાથ કોવિંદે સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. સાથોસાથ શનિવારે સાંજે નાગવા પરના ફુડ સ્ટોલનું ઉદ્ધઘાટન કર્યુ હતું. ત્યારબાદ આઈએનએશ ખુકરી મેમોરિયલનું લોકાર્પણ કર્યું જે વર્ષ 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે મહત્વની ભજવી હતી.

આપડા ભવ્ય ઈતિહાસને આ મેમોરિયલ હોલ દ્વારા આવનારી પેઢી માટે જીંવત કરવામાં આવ્યો છે. આજે વહેલી સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવ થી રાજકોટ જવા રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો