તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિકોમાં રોષ:તાલાલા મામલતદાર કચેરીમાં કલાકો સુધી વિજળી ગુલ

તાલાલા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7-12 કઢાવવા ખેડૂતોની લાઇનો, સહાય ફોર્મ જમા કરાવવાની મુદ્દત લંબાવો

તાલાલા પંથકમાં તાઉ તે વાવાઝોડાએ વેરેલા વિનાશથી બેહાલ બનેલા ખેડૂતોને સહાય આપવા સરકારે કરેલી જાહેરાત બાદ સહાયના ફોર્મ જમા કરાવવા ખેડૂતોએ લાઇનો લગાવી હતી. ત્યારે તાલાલા મામલતદાર કચેરીમાં વિજળી ગુલ હોઇ સીસ્ટમ ઠપ્પ રહેતાં 7-12, 8-અની નકલો નિકળતી નથી. આથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. અને સહાયના ફોર્મની મુદ્દત લંબાવવાની માંગ પણ કરી છે.

તાલાલા મામલતદાર કચેરી તાલુકાની મુખ્ય કચેરી હોય છે. હાલ ગિરના બાગાયત ખેડૂતો અને ઉનાળુ પાક લેનારા ખેડૂતો સરકારની સહાય માટે રાહ જોઇ રહ્યા છે. સહાયના ફોર્મ જમા કરાવવાનું શરૂ તો થયું પરંતુ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન કઢાવવા ખેડૂતો ગયા. તો મામલતદાર કચેરીમાં વિજળી ગુલ હોઇ ખેડૂતોને જમા કરાવવા માટેની નકલો નિકળતી નથી. દોઢસોથી વધુ ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા હતા. સરકાર દ્વારા સહાય યોજનાના ફોર્મ જમા કરાવવાની મુદ્દતમાં 5 દિવસનો વધારો કરવામાં નહીં આવે તો ઘણા ખેડૂતો તંત્રની બેદરકારીના વાંકે સહાયથી વંચિત રહેશે. આથી મામલતદાર કેચેરીમાં સતત વિજ પુરવઠો જળવાય એ માટે કલેક્ટર વ્યવસ્થા કરે એવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...