તાલાલા પંથકના માધુપુર ગીર ગામે ઝેરી મધમાખીએ આંતક મચાવ્યો હોય એમ બે દિવસમાં જ બે વ્યકિતને ડંખ મારતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ અંગે સામાજિક કાર્યકર વિજયભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે, રવિવારે પોલાભાઈ સામતભાઈ ખાંભલા અને સોમવાર બાબુભાઈ ઠાકરશીભાઈ ડોબરીયા પર ઝેરી મધમાખીએ હુમલો કર્યો હતો. અને તુરંત હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. તંત્ર દ્વારા ઝેરી મધમાખીના ઝુંડને વહેલીતકે દૂર કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.