તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેસર કેરીની આવક:સીઝનના પ્રથમ દિવસે તાલાલામાં કેસર કેરીના 5600 બોક્સ આવ્યા

તાલાલા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ખરીદી-વેંચાણ કરતી પેઢીઓએ પ્રથમ બોક્ષની ગાયનાં ધર્માદા માટે હરરાજી બોલી હતી. - Divya Bhaskar
ખરીદી-વેંચાણ કરતી પેઢીઓએ પ્રથમ બોક્ષની ગાયનાં ધર્માદા માટે હરરાજી બોલી હતી.
 • કેસ કેરીનું સૌથી ઉંચા ભાવનું બોક્સ રૂપિયા 750 માં વેચાયું
 • માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષ કરતાં સીઝન સાત દિવસ વ્હેલી શરૂ થઇ ગઇ

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આજે કેસર કેરીની આવક શરૂ કરાઇ હતી. કેસર કેરીના બોક્સનું ખરીદ-વેચાણ કરતી પેઢીઓએ પ્રથમ બોક્સની ગાયના ધર્માદા માટે હરરાજી બોલી હતી. આજે પ્રથમ દિવસે કુલ 5600 બોક્સની આવક થઇ હતી.

તાલાલા યાર્ડમાં કેસર કેરીની સીઝન ગત વર્ષ કરતાં 7 દિવસ વ્હેલી શરૂ થઇ છે. ગત વર્ષે 10 મે ના રોજ કેસર કેરીની હરરાજી શરૂ થઇ હતી. ગત વર્ષ કરતાં ભાવ પણ બોક્સ દીઠ રૂ. 150 ઉંચો રહ્યો હતો. કેસર કેરીનું સૌથી ઉંચા ભાવનું બોક્સ રૂ. 750 નું રહ્યું હતું. બોક્સનો સરેરાશ ભાવ રૂ. 450 અને સૌથી નીચો ભાવ રૂ. 300 રહ્યો હતો. હવે ગરમીનું પ્રમાણ વધ્યું છે ત્યારે સારી ક્વોલિટીની કેરી હવે બજારમાં આવવા લાગશે.

ગત વર્ષે કેરીનાં 7 લાખ બોક્સની આવક થઇ હતી
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે 7 લાખ બોક્સની આવક થઇ હતી. ગત વર્ષે કોરોના કાળ હતો એજ રીતે આ વર્ષે પણ કોરોના છે. જોકે, કેરીની આવક ગત વર્ષ કરતાં ઓછી રહેવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો