ખેડૂતો ચિંતીત:ચાલુ વર્ષે ગીરમાં સરેરાશ 30 ટકા જ મોર ફૂટ્યા

તાલાલા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેસર કેરીનાં આંબાઓ પર વાતાવરણની અસર, પાછોતરી ફૂટ પર મીટ

તાલાલા સહિત ગીર પંથકની આવકનાં મુખ્ય સ્ત્રોત ગણાતી કેસર કેરીનાં પાક માટે આંબાઓમાં ફૂંટતા મોર આ વર્ષે મોડા ફૂટ્યા છે. આ વર્ષે બદલાતા વાતાવરણનીર ફૂંટવાની પ્રક્રિયા પર અસર જોવા મળી રહી છે. ગીર પંથકમાં સરેરાશ 30 ટકા જ મોર ફૂંટતા ખેડૂતો મુંજવણમાં મુકાઈ ગયા છે.ગીર પંથકમાં કેસર કેરીનાં આંબાઓમાં નવેમ્બરથી મોર ફૂટવાનું શરૂ થતું હોય છે. જે તબક્કો ત્રણ માસથી વધુ સમય ચાલતો હોય છે. અને વાતાવરણ અનુકુળ રહેતા ફૂટ ઝડપથી થવા લાગે છે.

પરંતુ ચાલુ વર્ષે દિવાળી પહેલાં પડેલા વરસાદથી આંબાઓમાં કોરામણ આવી જતા નવેમ્બરમાં ફૂંટતા મોરની પ્રક્રિયા બહુ ઓછી જોવા મળી છે. ડિસેમ્બરમાં માવઠા અને વાદળછાયા વાતાવરણ અને ઠંડીની ‌વધઘટથી ફંટની પ્રક્રિયા અવરોધાઈ છે. જે આંબાઓમાં કોળામણ ન હોતી આવી એવા આંબાઓમાં ફૂંટ ડિસેમ્બર માસમાં જોવા મળતા તે મોર હાલ ફલાયરીંગ તબક્કામાં છે. અને મગીયો (નાનકડી કેરી)નું બંધારણ જોવા મળી રહ્યું છે. પરંતુ સીતેર ટકા જેટલો ભાગ હજુ ફૂટની પ્રક્રિયાથી વંચિત હોય અને વાતાવરણ સમયાંતરે બદલાતું હોય પાછોતરી ફૂંટ કેવી રહેશે તેમાં પણ ખેડૂતોની મીટ મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...