તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંહદર્શન માટે પડાપડી:દિવાળી વેકેશનને લઇને ગીર જંગલમાં સિંહ દર્શનની મોટાભાગની પરમીટો ફુલ, સાસણની હોટેલ અને ફાર્મહાઉસમાં પણ લોકોની ભીડ

તાલાલા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવીડ -19 ગાઈડલાઈ મુજબ પ્રવાસીઓની ગિર જંગલ તરફ એન્ટ્રી

સાસણના ગીર જંગલમાં વિહરતા એશીયનાટીક સિંહો સાથે ગીર જંગલના કુદરતી સોંદર્યને માણવા પ્રવાસીઓ દિવાળીના મીની વેકેશનમાં ગીર તરફ ફરવા નિકળતા હોય છે. સાસણના જંગલમાં સિંહોને જોવા માટેનો અનેરો લાવો લેવા માટે સિંહ દર્શન માટેની પરમીટોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. 15 થી 22 નવેમ્બર સુધીના દિવસોની મોટાભાગની પરમિટો ફુલ થય ગઈ છે.

દેવળીયા સફારી પાર્કનું પણ બુકિંગ ફુલ
કોરોનાની મહામારીના કારણે ઠપ થય ગયેલા પ્રવાસન વિભાગના નવો સંચાર થવા લાગ્યો છે. સાસણમાં દિવાળીના મીની વેકેશનમાં સિંહ દર્શન કરવા અને કોરોના કાળમાં અકળાઈ ગયેલા લોકો ફરવાના આયોજનને લઈને ગીર તરફ આવવા લાગ્યા છે. જેમા મુખ્યત્વે સાસણ સેન્ચુરી અને દેવળીયા સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા આ અઠવાડીયાનું મોટાભાગનું બુંકીંગ ફુલ થય જવા પામ્યું છે. આ વિસ્તારની મોટા ભાગની હોટલો અને ફાર્મ હાઉસમાં પણ દિવાળીનું બુકીંગ સારૂ એવુ જોવા મળ્યું છે. જેના અનુસંધાને સાસણ વન્યપ્રાણી વિભાગનાં અધિકારી ડો. મોહન રામના માર્ગદર્શન હેઠળ સરકારી કોવીડ-19 ગાઈડલાઈન મુજબ વર્તમાન નિયમો સાથે જંગલમાં પ્રવાસીઓને પ્રવેશ અપાઈ રહ્યો છે.

સ્વીમીંગ પૂલોમાં નાહવાથી કોરોનાનું સક્રમણ થવાનો ખતરો
કોરોના માટે અનલોક - 5માં સરકારની સ્પષ્ટ ગાઈડલાઈનમાં સ્વીમીંગ પુલોમાં નહાવા પર પ્રતીબંધ છે. હોટલો અને ફાર્મ હાઉસોમાં આવતા પ્રવાસીઓ સ્વિમીંગ પુલનો ઉપયોગ ન કરે અને હોટલ તથા ફાર્મ હાઉસના સંચાલકો ઉપયોગ ન થવા તેની કાળજી રાખે જેથી કોરોના સામેની જંગ લડવામાં સહભાગી બને.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો