ધરતીપુત્રોને આર્થિક ફટકો:ગીર બોર્ડરનાં ગામોમાં માવઠું, હડમતીયામાં સવા ઈંચ વરસાદ

તાલાલા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિ પાક પર પણ પાણી ફરી વળ્યું

શિયાળાની સિઝનમાં પણ બપોરના સમયે લોકો અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા છે. ત્યારે જ તાલાલા સહિત ગીર પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને અચાનકજ કમોસમી વરસાદ વરસ્યો હતો. હડમતીયામાં અડધા કલાકમાં જ સવા ઈંચ પાણી પડી ગયું હતું.

જ્યારે ધાવા ગામની અડધી સીમમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ રમળેચી, ખીરધાર, ધણેજ સહિતનાં ગામોમાં હળવા ઝાપટાં પડ્યાં હતા. આ વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. જ્યારે વેરાવળ પંથકના કાજલી, સોનારીયા, બાદલપરા, નાવદ્વા, ઈનદ્વોઇ, પપંડવા સહિતના ગામોમાં સોમવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. અને ખેતરોમાં પાણીનાં ખબોચ્યા ભરાયેલા જોવા મળ્યાં હતા.

જેથી ધાણા, ચણા, ધઉંં, જીરૂ સહિતના પાકને નુકસાન પહોંચતા ધરતી પુત્રોને આર્થિક ફટકો પડ્યો હતો. અત્રે નોંધનિય છે કે આ વર્ષે ચોમાસાની સિઝનના અંતિમ દિવસોમાં પણ વરસાદ વરસતાં મગફળી સહિતના પાકને નુકસાન થયું હતું. ત્યારે જ શિયાળાની સિઝનમાં માવઠું થતાં જગતનો તાત ચિંતિત બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...