તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:આંબે ઝૂલતી કેસર કેરીના 800થી 1200માં સોદા

તાલાલાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાકને નુકસાન થતાં કેરીનો ભાવ ગ્રાહકોને દઝાડશે : ગતવર્ષે આગોતરી કેરીનું 10 કિલોનું બોક્સ 600 થી 750 માં એપ્રિલના અંતમાં માર્કેટમાં મળતું હતું

તાલાલાની જગમશહૂર કેસર કેરીને જાણે કે, ગ્રહણ લાગ્યું હોય એમ દર વર્ષે કેરીનો પાક સતત નિષ્ફળ જઇ રહ્યો છે. આ વર્ષે પણ કેરીને 70 ટકાથી વધુ નુકસાન થતાં કેરીના સોદા ઉંચા પડવા લાગ્યા છે. તાલાલા પંથકમાં ઇજારા રાખનારાને આંબે ઝૂલતી કેસર કેરીના સોદા 800 થી 1200 રૂપિયે પડી રહ્યા છે. ગિરમાં કેસર કેરીનો પાક સતત નુકસાનીમાં છે. આખા ગિરમાં આગોતરો પાક માત્ર 15 ટકા પાક બચ્યો હોઇ પાછોતરા પાક તરફ સીઝનનો આધારે છે. હવે ધૂળેટી બાદ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે તો પાછોતરી કેરી વધવા લાગે.

પણ વ્હેલી સવારે પડતી ઝાકળથી તેના ખરવાનું પ્રમાણ યથાવત છે. આથી કેરી મર્યાદિત રહેશે એવી શક્યતા છે. એમ જાણકારોનું કહેવું છે. ગતવર્ષે આગોતરી કેરીનું 10 કિલોનું બોક્સ 600 થી 750 માં એપ્રિલના અંતમાં માર્કેટમાં મળતું હતું. એ સ્થિતી આ વખતે બોક્ષ દીઠ 900 થી 1000 રૂપિયે અથવા તેથી વધુ ભાવે વેચાય એવી શક્યતા છે. મે માસમાં કેરીની આવક વધે ત્યારે ભાવ નીચા આવતાં હોય છે. પણ આ વર્ષે કેરીના ભાવ નીચા રહે એવી કોઇ સંભાવના જણાતી નથી. આથી સ્વાદ રસીકોને કેરીની વધુ કિંમત ચૂકવવી પડશે.

20 એપ્રિલથી આગોતરો પાક બજારમાં આવશે

કેસર કેરીનો આગોતરો પાક આગામી 20 એપ્રિલથી બજારમાં આવવાનું શરૂ થશે. નવે.-ડિસે.માં લાગેલો ફાલ એપ્રિલના અંત સુધીમાં આવશે. જ્યારે બીજા તબક્કાનો ફાલ બચ્યો ન હોવાથી પાછોતરી કેરીની બજારમાં આવક મેના અંત અને જુનની શરૂઆતમાં આવવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો