મેજબાની:ગીરમાં સિંહ અને લોકોનું સાયુજ્ય : તાલાલાનાં રામપરામાં વહેલી સવારે મારણ

તાલાલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગીરમાં લોકો અને સિંહ એક બીજા સાથે જોડાયને રહે છે. આવુ દ્રષ્ય આજે રામપરામાં જોવા મળ્યું. તાલાલાનાં રામપરામાં વહેલી સવારે ત્રણ સિંહ ચડી આવ્યાં અને રસ્તા વચ્ચે જ ગાયનું મારણ કર્યુ હતું. સુર્યોદય થતા બે સિંહ મારણ મુકી જતા રહ્યાં. પરંતુ એકે મારણ આરોગવાનું શરૂ રાખ્યું. જોત જોતામાં ગામ લોકો એકત્ર થઇ ગયાં. સિંહનાં મારણને લાઇવ નિહાળ્યું. લોકોએ વિડીયો અને ફોટા પણ પાડ્યાં. જે સોશ્યલ મિડીયા પર ખુબ વાયરલ પણ થયા. આ અંગે સરપંચ જગદીશભાઇ તળાવિયાએ કહ્યું કે, ગામમાં ત્રણ સિંહ આવ્યાં હતા અને રસ્તા વચ્ચે મારણ કર્યું હતું. લોકો એકત્ર થતા વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે આવી સિંહને દુર કર્યા હતાં. મારણ સીમમાં લઇ ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...