કાર્યવાહી:તાલાલાનાં માલજીંજવાનાં શખ્સ સામે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાયો

તાલાલા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાડા સાત વિઘા જમીન ઉપર પાંચ વર્ષથી કબ્જો હતો
  • કલેક્ટરનાં હુકમ બાદ તાલાલા પોલીસે આરોપીને પડક્યો

તાલાલાનાં માલજીંજવા ગામની ખેતીની જમીન ઉપર ગામનો એક શખ્સ કબ્જો જમાવી બેસતાં તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેનાં અનુસંધાને જીલ્લા કલેક્ટર દ્વારા કબ્જો કરનાર શખ્સ સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરવા હુકમ કરતાં તાલાલા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ઘરપક્કડ કરી છે. આ ઘટનાને પગલે તાલાલા પંથકનાં ભુમાફિયામાં ડરનો માહોલ ફેલાયો છે. માલજીંજવા ગામનાં માલદે ઉકાભાઈ વાઢેરની સર્વે નં.149 પૈકી-2ની સાડાસાત વીઘા જમીન ઉપર ગામનાં નારણ ગોવીંદ સોલંકી છેલ્લા પાંચ વર્ષથી જમાવી બેઠો હતો. જે અંગેની ફરિયાદ માલદે વાઢેરએ કરી હતી.

આ બાબતે કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબીંગ અંગેનો ગુનો દાખલ કરવા હુમક કરવામાં આવ્યો છે. જેને ધ્યાને લઈને તાલાલા પોલીસે નારણ સોલંકી વિરૂદ્ધ લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠલ ગુનો નોઁધી આરોપીની ધરપક્કડ કરી છે. ત્યારે તાલાલા પંથકમાં ઊનાનાં તબીબ બાદ માલજીંજવાનાં શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...