તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:કમલેશ્વર ડેમનું વેસ્ટ વિયર રિપેર કરાયું, મુખ્ય કમાન્ડ ગેટના દરવાજામાં ગત વર્ષે ખરાબી થઇ હતી

તાલાલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કમલેશ્વર ડેમમાં હાલ 162 MCFT પાણીનો જીવંત જથ્થો છે. ડેમની કુલ કેપેસિટીના 25 % ગણાય. - Divya Bhaskar
કમલેશ્વર ડેમમાં હાલ 162 MCFT પાણીનો જીવંત જથ્થો છે. ડેમની કુલ કેપેસિટીના 25 % ગણાય.

ગિર જંગલમાં વન્યજીવોને પીવાના પાણીના એકમાત્ર સ્ત્રોત હિરણ-1 એટલેકે, કમલેશ્વર ડેમના પાણીના નિકાલ માટેના એકમાત્ર કમાન્ડ ગેટમાં ગત વર્ષે ખરાબી સર્જાઇ હતી. આથી ગિર પંથકના લોકોના જીવ ઉંચા થઇ ગયા હતા. તે નવો બનાવવા દરખાસ્ત થઇ છે. એ કામગિરી પહેલાં તેના પાણીના પ્રવાહને રોકવા કોફર ડેમ બનાવવાની કામગિરી પૂરી થઇ છે.તાલાલા તાલુકાને પીવા અને સિંચાઇ માટેનું પાણી પૂરું પાડતા કમલેશ્વર ડેમમાંથી પાણી બહાર છોડવા માટેના મુખ્ય કમાન્ડ ભાગમાં ખરાબી સર્જાઇ હતી. એ સ્થિતી સુધારાયા બાદ એટલા ભાગને નવો બનાવવા દરખાસ્ત થઇ છે.

તેની મંજૂરી મળ્યા બાદ પાણીના પ્રવાહની કામગિરીમાં અવરોધરૂપ ન બને એ માટે હાલ કોફર ડેમ બનાવવાની કામગિરી ડેમ સાઇટ પર ચાલતી હતી. હિરણ-1 સિંચાઇ વિભાગના અધિકારી પીઠિયાએ જણાવ્યું હતું કે, ડેમ ઉપર સમારકામની કામગિરી પૂર્ણ કરાઇ છે. મુખ્ય એચ.આર. નવો બનાવવાની મંજૂરી મળે તો પાણીના પ્રવાહની કામગિરી અટકે નહીં એ રીતે કોફર ડેમ તૈયાર કરાયો છે. ડેમમાં હાલ 162 એમસીએફટી પાણીનો જીવંત જથ્થો છે. જે ડેમની કુલ કેપેસિટીના 25 ટકા ગણાય.

અન્ય સમાચારો પણ છે...