તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં ભય:તાલાલા શહેરમાં આવી સાવજે ગાયનું મારણ કર્યું, લોકોમાં ભય, રેઢિયાળ ગાયનું મારણ કરી ત્યાંજ આરોગ્યું

તાલાલા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાલાલા શહેરમાં વોર્ડ નં. 4 માં આવેલી રામ મંદિર વાળી શેરીમાં ગત રાત્રે એક સિંહે રેઢિયાળ ફરતી ગાયનું મારણ કરી ત્યાંજ આરોગ્યું હતું. ઠંડી વધતાં સિંહ-દીપડાનો ખોરાક પણ વધી જતો હોય છે. ગત મોડી રાત્રે તાલાલા શહેરમાં વોર્ડ નં. 4 માં પીપળવા રોડ પરના વન વિસ્તારમાંથી એક સિંહ આવી ચઢ્યો હતો. સિંહ બાપા સીતારામ ઓટલા પાસે પહોંચ્યો હતો. જ્યાં શેરીમાં ફરતી રેઢિયાળ ગાય પર હુમલો કરતાં ગાય દોડતી રામ મંદિરવાળી શેરીમાં આવી ગઇ હતી.

સિંહ તેની પાછળ ત્યાં આવી પહોંચ્યો હતો. અને તરાપ મારી ગાયને પછાડી દીધી હતી. ગાયના ભાંભરડા સાંભળી રામ મંદિરના પૂજારી મહેશભાઇ પંડ્યા અને તેમનો પરિવાર જાગી ગયો હતો. અને ગાયને બચાવવા રવેશમાંથી પાણીની ડોલ રેડી હતી. જોકે, સાવજે તેને ગણકાર્યું નહોતું. અને બાદમાં ત્યાંજ બેસી ગાયનું મારણ ખાધું હતું. શહેરમાં આવીને સાવજે મારણ કરતાં લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો