તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:તાલાલામાં 108ની ટીમે બાળકનું હ્રદય ફરી ધબકતું કરી જીવ બચાવ્યો

તાલાલા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગિર-સોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાના ચિતાવડ ગામના એક સગર્ભા મહિલા જોસનાબેન ગોપાલભાઈ વાઘેલાને પ્રસુતિનો દુ:ખાવો હોવાથી 108ને જાણ કરી હતી. દરમ્યાન તાલાળા 108 એમ્બ્યુલન્સના કર્મચારી ઈએમટી હિતેષ ગોસ્વામી, પાયલોટ ભરત ચાંડેરા ઘટના સ્થળે પહોંચ્યા હતા. સગર્ભા મહિલાની પ્રસૂતિ ઘરે જ થઈ ગઈ હતી. પરંતુ બાળકનું હ્રદય ધબકતુ ન હતું. ઈએમટીએ હેડ ઓફિસના ડૉક્ટરની સલાહ મુજબ જરૂરી સારવાર આપી હ્રદયને ફરી ધબકતું કરી બાળકનો જીવ બચાવ્યો હતો. અને તે બાળકને વધુ સારવાર માટે વેરાવળ ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.

સાસણના દુધાળા નેશમાં 108એ પ્રસુતી કરાવી
સાસણની બાજૂમાં આવેલ દુધાળા નેશમાં વસતા માલધારીની દિકરીને પ્રસુતી પીડા ઉપડતા 108ને જાણ કરી હતી. સાસણગીરની 108ના ઈએમટી હિતેશદાન માંધળ તેમજ પાઈલટ મહેશભાઈ કરમટા સાથે મળીને દુધાળા નેશમાં દોડી આવ્યા હતા. મહિલાની 108 એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતી કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...