ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે:સોરઠમાં કેસર કેરીનાં બગીચામાં મોર ફૂટવાની પ્રક્રિયા મંદ પડી, રોગ વધ્યો

તાલાલા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતો આંબામાં દવાનો છંટકાવ કરી રહ્યા છે. - Divya Bhaskar
ખેડૂતો આંબામાં દવાનો છંટકાવ કરી રહ્યા છે.
  • ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે : ભેજનું પ્રમાણ રહેતા મોર ફૂટવાનું મોડું શરૂ થયું છે
  • કમોસમી વરસાદ અને યોગ્ય વાતાવરણ ન રહેતા આ સ્થિતીનું નિમાર્ણ થયું

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં આવેલ કેસર કેરીનાં બગીચાઓમાં નવેમ્બર માસમાં મોર ફૂટનાં પ્રથમ તબક્કા સમયે જ વાતાવરણ યોગ્ય ન રહેતા અને કમોસમી વરસાદ થતા આંબાવાડીઓમાં મોરફૂટની પક્રિયા અટકી પડી છે. અને જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતોએ દવા છંટકાવ શરૂ કર્યો છે.

ગીર પંથકમાં કારતક માસમાં ઠંડીનાં અભાવ વચ્ચે વાદળછાયા વાતાવરણથી અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો. જેથી આંબાવાડીઓમાં મોર ફૂટવાની પ્રક્રિયા અટકી ગઈ છે. અને ઈયળ, જીવાત જોવા મળી રહી છે. પાકને બચાવવા માટે ખેડૂતો મસમોટો ખર્ચ કરી દવાનો છંટકાવ કરી રહ્યાં છે.

આંબાઓમાં નવેમ્બર માસમાં જ આવેલી કોળામણ બાદ જે ભાગમાં કોળામણ જોવા નહોતી મળી તેમાં મોર ફૂટવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જો કે, માત્ર એક સપ્તાહ ઠંડી જોવા મળી હતી. બાદમાં વાતાવરણ બગડ્યું હતું. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી આમ ત્રણ તબક્કામાં મોર ફૂટતો હોય છે.

આ વર્ષે નવરાત્રિ સુધી વરસાદ જોવા મળ્યો હતો. જેથી જમીનમાં ભેજનું પ્રમાણ રહેતા મોર ફૂટવાનું મોડું શરૂ થયું છે. જો યોગ્ય મોરની ફૂટ જોવા મળે તો ઉત્પાદન પણ ઘટી શકે છે. જેથી ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...