તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:તાલાલા તાલુકાનાં ચિત્રાવડમાં લગ્નના નામે 1.10 લાખ પડાવનાર લૂંટેરી દુલ્હન ઝડપાઇ

તાલાલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 2 સાગ્રીતને પણ પકડ્યા

તાલાલા તાલુકાના ચિત્રાવડના એક યુવાન સાથે રૂપિયા લઇ લગ્ન કરી ફરાર થઇ ગયેલી લૂંટેરી દુલ્હન, એક મહિલા અને એક શખસ સહિત 3 ને પોલીસે ઝડપી લીધા છે. તાલાલા તાલુકાના ચિત્રાવડના પ્રદિપભાઇ જગદીશભાઇ વડિયાતર પાસેથી રૂ. 1.10 લાખ પડાવી લઇ લગ્નનું નાટક કરનાર આફરીનબેન સિરાજુદ્દીન અન્સારી (રે. સુરત, મૂળ બિહાર) નામની યુવતીએ 15 દિવસ પહેલાં લગ્નનું નાટક કર્યું હતું.

બાદમાં તે સાગ્રીતો સાથે નાસી ગઇ હતી. આ અંગેની ફરિયાદના આધારે તાલાલા પીએસઆઇ એમ. કે. મકવાણા અને સ્ટાફે મહુવાથી આફરીન અને તેના સાગ્રીત વલીમિયાં ઇસ્માઇલમિંયા (રે. મહેસાણા) અને અમદાવાદની રેણુકા નામની મહિલાને મહુવાથી ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...