તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા વિકાસ અધિકારીની બેવડી નિતી સામે રોષ:ધાવાનાં સરપંચ સસ્પેન્ડ તો ધણેજ-ઉમરેઠી-મંડોરણા ગામના કેમ નહી?

તાલાલાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક જ સરપંચ સસ્પેન્ડ થતા ગિર-સોમનાથ જિલ્લા વિકાસ અધિકારીની બેવડી નિતી સામે રોષ

તાલાલા તાલુકાનાં ધણેજ (બાકુલા)-ધાવા-મંડોરણા-ઉમરેઠી ગામનાં ચુંટાયેલા સરપંચોએ પોતાની સતાનો દુરઉપયોગ કરી સરકારની ગ્રાન્ટનાં નાણાનો દુર ઉપયોગ કરી ભષ્ટ્રાચાર આચરાયો હોવા અંગે તાજેતરમાં ગીર-સોમનાથ જિલ્લા વિકાસ અધિકારીએ ચારમાંથી ધાવાગામના સરપંચને પદેથી સ્પેન્ડ કર્યા અને અન્ય ત્રણ ગામનાં સરપંચો પાસેથી સરકારી ગ્રાન્ટની 20 ટકા રકમ અને વ્યાજ, પેનલ્ટી વસુલવાનો હુકમ કરેલ ભ્રષ્ટાચારીઓ માંથી રાજકીય વગ ધરાવતા સરપંચોને જિલ્લા વિકાસ અધીકારીએ દંડનાં ઓથ હેઠળ બચાવ્યા હોવાનો ખુલ્લો આક્ષેપ તાલાલા પંથકના લોકોમાંથી ઉઠી રહ્યો છે.

ધણેજ (બાકુલા)નાં સરપંચ દેવાયત કરગઠીયા તાલાલા તાલુકા ભાજપ સંગઠનનાં મહામંત્રી છે. ધણેજ ગામમાં સ્ટ્રીટ લાઈટ-શૌચાલય-પેવરબ્લોક રોડમાં સરપંચો કરેલી ગેરરીતી કાગળ પર સાબીત થઈ ચુકી છે. તાલાલા તાલુકા વિકાસ અધીકારીએ કરેલ તપાસમાં ધણેજમાં સરકારી ગ્રાન્ટોનો દુર ઉપયોગ થયો અને ભષ્ટ્રાચાર સાબીત થયો છે. એજ પ્રમાણે ઉમરેઠી-મંડોરણાનાં સરપંચોએ કરેલા ભષ્ટ્રાચાર તપાસમાં સાબીત થાય છે.

ધાવા ગામનાં સરપંચ લાભુબેન કમલેશભાઈ શિયાળને સસ્પેન્ડ કરતા હુકમમાં નાણાંકિય નિયમોનો ભંગ કરી સરપંચોનાં હોદાની ફરજ પ્રત્યે શોભે નહિ તેવો મનસ્વી વહીવટ કરવા બદલ ધાવાગામનાં સરપંચને સસ્પેન્ડ કરાયા તો ધણેજ-ઉમરેઠી-મંડોરણાનાં સરપંચોએ કરેલ ભ્રષ્ટાચાર જિલ્લા વિકાસ અધિકારીને કઈ રીતે પારદર્શી લાગ્યો? જ્યારે તાલુકા વિકાસ અધીકારીના રિપોર્ટમાં ભ્રષ્ટ્રાચાર આચર્યા હોવાનો સ્પસ્ટ રીપોર્ટ છે. ત્યારે જિલ્લા વિકાસ અધીકારી ભ્રષ્ટ્રાચાર અંગે બેવડીનીતીનું ભણતર ક્યાં ભણ્યા તેવો સવાલ ઉઠ્યો છે. ઉપરોક્ત ત્રણ ગામનાં સરપંચોને તાકીદે સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો જવાબદાર અધીકારી સામે પણ હાઈકોર્ટમાં એપીલ કરવાની ફરજ પડશે તેમ અરજદાર ઈરફાનભાઈએ અધીકારી સમક્ષ અપીલ કરી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો