ચોકીદારનું સન્માન:તાલાલામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવનાર ચોકીદારનું સન્માન

તાલાલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલાલાની સોની-કરિયાણા બજારમાં ચોરી કરવા ઘૂસેલા 3 તસ્કરોનો પ્રયાસ ચોકીદારની સતર્કતાને લીધે નિષ્ફળ થતાં પોલીસે ચોકીદારનું સન્માન કર્યું હતું.તાલાલાની સોની-કરિયાણા બજારમાં વર્ષોથી ચોકીદારનું કામ કરતા હરસુખભાઇ નાથાભાઇ માળવિયા ગુરૂવારે મધરાત્રે 3 વાગ્યે ચોકી કરતા હતા.

એ વખતે ચોરીના ઇરાદે આવેલા 3 શખ્સોને જોયા. તેમણે તસ્કરોને પડકારતાં તેઓ ભાગ્યા હતા. હરસુખભાઇએ તેમનો પીછો કર્યો હતો. જોકે, તેઓ નાસી ગયા હતા. આથી તેમણે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને સ્થળ પરથી તસ્કરોએ છોડી ગયેલા ગણેશિયો, પાઇપ જેવા સાધનો કબ્જે કર્યા હતા. બાદમાં પીએસઆઇ મકવાણા, રાઇટર નંદાભાઇ, જમાદાર લાલજીભાઇ સહિતનાએ હરસુખભાઇને સ્મૃતિ ચિન્હ આપી સન્માન કર્યું હતું.