એજ્યુકેશન:ઘૂસિયા ગામની શાળા ગિર-સોમનાથમાં શ્રેષ્ઠ શાળા જાહેર

તાલાલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધાનાભાઇ માંડાભાઇ બારડ વિનય મંદિરને એવોર્ડ એનાયત

તાલાલાના ઘૂસિયા સ્થિત ધાનાભાઇ માંડાભાઇ બારડ વિનય મંદિરને ગિર સોમનાથ જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઘોષિત કરાઇ છે.શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ કામગિરી કરતી શાળાઓની છેલ્લા 3 વર્ષની શૈક્ષણિક કામગિરી, સહ અભ્યાસિક પ્રવૃત્તિ અને બોર્ડના છેલ્લા 3 વર્ષના પરિણામને ધ્યાનમાં રાખી પસંદગી કરાઇ હતી. જેમાં વર્ષ 2020-21 માં ગિર સોમનાથ જિલ્લામાંથી ધાનાભાઇ માંડાભાઇ બારડ વિનય મંદિરને જિલ્લાની શ્રેષ્ઠ શાળા ઘોષિત કરાઇ હતી. આ અંગે ડીઇઓ આર. એ. ડોડિયાએ શૈલેષભાઇ જશુભાઇ બારડ અને શાળા પરિવારને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...