મંજુરી:તાલાલાનાં 6 ગામમાં સ્વચ્છતા માટે રૂ. 17.89 લાખ મંજુર

તાલાલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરવા, આકોલવાડી, ઘુસીયા, રમળેચી, ધ્રામળવા અને વિઠલપુરનો સમાવેશ

ગીર-સોમનાથ જિલ્લા પંચાયત કચેરી ખાતે સુખાકારી સમિતિની બેઠક મળી હતી. જેમાં જિલ્લાના 6 ગામમાં સ્વચ્છતા માટે રૂ.17.89 લાખના વહિવટી કામને મંજુરી આપવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરી, ઇણાજ ખાતે બેઠક મળી હતી.

તાલાળા તાલુકાનાં આકોલવાડી, સુરવા, ઘુસીયા, રમળેચી, ધ્રામળવા અને વિઠલપુર ગામમાં સામુહિક સ્વચ્છતા સંકુલનું નિમાર્ણ કરવામાં આવશે. જેમાં ગામ દીઠ રૂ.2.98 લાખ ફાળવામાં આવ્યા છે. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એસ.જે.ખાચર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ. ભાયા, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી ડો.એચ.કે.વાજા, વાસ્મો યુનિટ મેનેજર એન.એસ.જાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...