તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:દિલ્હીમાં બજરંગદળના કાર્યકરના હત્યારાને ફાંસી આપવા ઉઠતી માંગ

તાલાલા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલાલામાં વિહિપ, બજરંગદળ, શિવસેનાએ આવેદન આપ્યું

એક અઠવાડિયા પૂર્વે દિલ્હીમાં બજરંગદળના કાર્યકરની ઘરમાં ઘુસી હત્‍યા કરાઇ હતી. આ બનાવમાં તાલાલા તાલુકા વિશ્વ હિન્‍દુ પરીષદ, બજરંગ દળ અને શિવસેનાના આગેવાનોએ દિલ્‍હીના રામભક્ત રીંકુ શર્માના હત્‍યારાને ફાંસીના માંચડે ચઢાવવાની માંગણી સાથેનું આવેદનપત્ર આપ્‍યું છે.તાલાલામાં હિન્દુ સંગઠનો દ્વારા રાષ્‍ટ્રપતિને સંબોધેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તા. 10 ફેબ્રુઆરીના રોજ રામ મંદિર નિર્માણ માટે રીંકુ શર્મા અને તેમનો ભાઇ નિધી એકત્રિત કરી રાત્રે પોતાને ઘેર ગયા હતા. ત્‍યારબાદ જેહાદીઓએ તેની ઘરમાં ઘુસી હત્‍યા કરી હતી.

આ હુમલા દરમ્‍યાન ગેસ સિલીન્‍ડરનો વિસ્‍ફોટ કરી કાર્યકરના આખા પરીવારની હત્‍યા કરવાનો પણ પ્રયાસ કરાયો હતો. તેમ છતાં સ્‍થાનીક પોલીસ અપરાધીઓને બચાવી રહી છે. આ હત્‍યામાં સંડોવાયેલા તમામને ફાંસીની સજા અપવા સાથે કાર્યકરના પરીવારના એક સભ્‍યને સરકારી નોકરી અને રૂ. 1 કરોડની આર્થિક સહાય આપવામાં આવે. આ તકે અવધેશ કાનાબાર, દિપેશ રાયચુરા, રમેશભાઇ ઉદેશ, અરવિંદ જોટવા, નાથાભાઇ સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો