તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેસર કેરીની ઘટ:તાલાલામાં કેરીની સીઝન 3 દિવસ વહેલી પૂરી થઈ જશે

તાલાલા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષ કરતાં એક લાખ બોક્સ કેસર કેરીની ઘટ

કેસર કેરીના મુખ્ય મથક તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આ વર્ષે કેરીની સીઝન 7 જુલાઇએ પૂરી થશે. અત્યાર સુધીમાં વેચાણમાં આવેલી કેસર કેરીમાં ગત વર્ષ કરતાં 1 લાખ બોક્સનો ઘટાડો જોવા મળ્યો છે. વાવાઝોડાને લીધે આમ થયું છે.તાલાલા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હરસુખભાઇ જારસાણિયાએ જણાવ્યું હતું કે, તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીની સીઝન માટેનો છેલ્લો દિવસ 7 જુલાઇ રહેશે. આ વર્ષે અત્યાર સુધીમાં 5 લાખ 70 હજાર બોક્સ વેચાણ માટે આવ્યા છે. જ્યારે હજુ 24 દિવસ સીઝન ચાલશે. આ વર્ષે કેસર કેરીના સરેરાશ ભાવ પણ નીચા ગયા છે.

ગત વર્ષે 37 દિવસ સીઝન ચાલી હતી. અને 6,88,000 બોક્સ કેરીની આવક થઇ હતી. જે આ વર્ષે ઘટીને 34 દિવસની થઇ છે. અને કેરીની આવકમાં પણ 1 લાખ બોક્સનું ગાબડું નોંધાયું છે. સાથે વાતાવરણ અને તાઉ તે વાવાઝોડાને લીધે થયેલી નુકસાની ઉડીને આંખે વળગે એવી રહી છે. પરિણામે ઓછા માલને લીધે ભાવ વધુ મળવાની આશા હતી. એને બદલે સરેરાશ ભાવ ઓછો રહ્યો.

અન્ય સમાચારો પણ છે...