તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેરીની સીઝન પૂરી થવાની તૈયારી:આ વર્ષે તાલાલામાં કેરીની સીઝન 3 દિ' વહેલી પૂરી થશે; ગત વર્ષ કરતાં એક લાખ બોક્સ કેસર કેરીની ઘટ

તાલાલા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે 37 દિવસમાં 6,88,000 બોક્સ આવ્યા હતા

કેસર કેરીના મુખ્ય મથક તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આ વર્ષે કેરીની સીઝન 7 જુલાઇએ પૂરી થશે. અત્યાર સુધીમાં વેચાણમાં આવેલી કેસર કેરીમાં ગત વર્ષ કરતાં 1 લાખ બોક્સનો ઘટાડો જોવા મળ્યો છે. વાવાઝોડાને લીધે આમ થયું છે. તાલાલા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હરસુખભાઇ જારસાણિયાએ જણાવ્યું હતું કે, તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીની સીઝન માટેનો છેલ્લો દિવસ 7 જુલાઇ રહેશે. આ વર્ષે અત્યાર સુધીમાં 5 લાખ 70 હજાર બોક્સ વેચાણ માટે આવ્યા છે. જ્યારે હજુ 24 દિવસ સીઝન ચાલશે. આ વર્ષે કેસર કેરીના સરેરાશ ભાવ પણ નીચા ગયા છે.

ગત વર્ષે 37 દિવસ સીઝન ચાલી હતી. અને 6,88,000 બોક્સ કેરીની આવક થઇ હતી. જે આ વર્ષે ઘટીને 34 દિવસની થઇ છે. અને કેરીની આવકમાં પણ 1 લાખ બોક્સનું ગાબડું નોંધાયું છે. સાથે વાતાવરણ અને તાઉ તે વાવાઝોડાને લીધે થયેલી નુકસાની ઉડીને આંખે વળગે એવી રહી છે. પરિણામે ઓછા માલને લીધે ભાવ વધુ મળવાની આશા હતી. એને બદલે સરેરાશ ભાવ ઓછો રહ્યો.

સરેરાશ ભાવ વધવાને બદલે ઓછા રહ્યા
ગત વર્ષે કેસર કેરીનો સરેરાશ ભાવ બોક્સ દીઠ રૂ. 345 રહ્યો હતો એમાં આ વર્ષે સરેરાશ માંડ 10 રૂપિયા વધારો રહ્યો. બોક્સનો સરેરાશ ભાવ રૂ. 355 હતો.

ખાવાલાયક કેરી તો મોંઘી જ હતી
વાવાઝોડામાં મોટાભાગની કેરી ખરી જવાને લીધે કેસર કેરીનો સરેરાશ ભાવ રૂ. 100-150 સુધીનો નીચો રહ્યો. અને ખેડૂતોને ભાવ ન મળ્યા. જોકે, પાછળથી જે ખાવાલાયક કેરીના બોક્સ આવ્યા તેનો ભાવ તો રૂ. 800-1000 કે તેથી વધુ જ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...