ચોરી:તાલાલા યાર્ડની દિવાલ તોડી ચણા અને મગફળીની ચોરી

તાલાલા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જથ્થો બાજુનાં ખેતરમાં રખાયો, અંતે ભાંડો ફૂટ્યો

તાલાલા માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા અનાજ-કઠોળ, મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હોય. જેમાં બે વેપારીઓનાં ચણા, મગફળીની ગુણીઓની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. દીવાલ તોડી અંદર ઘુસેલા તસ્કરો આ માલ બાજુનાં ખેતરમાં લઈ ગયા હતા. જો કે, સીસીટિવી બંધ હોવાથી તસ્કરોની ઓળખ થઈ શકી ન હતી.

તાલાલા યાર્ડમાં હોલસેલ વેપારી શ્રીભોવન રામજી અને મયુરભાઈ ગોડેચાની ચણા અને મગફળીની ગુણીઓ બહાર લોબીમાં પડેલ હોય તસ્કરોએ યાર્ડની દિવાલ તોડી આ માલ ઉઠાવી લીધો હતો. અને બાજુના ખેતરમાં રાખી દીધો હતો. જો કે, આ માલ ભરવાનો મોકો મળ્યો ન હતો.

જ્યારે વેપારીઓને આ અંગેની જાણ થતા યાર્ડનાં સત્તાધીશોને વાકેફ કર્યા હતા. બાદમાં પોલીસ બોલાવાઈ હતી. જો કે, સીસીટિવી બંધ હોય તસ્કરોની ઓળખ કરવી મુશ્કેલ બની છે. આ ઉપરાંત સીસીટિવી પણ તાકિદે શરૂ કરવા માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...