કાર્યવાહી:દારૂ સાથે પકડાયેલા ભાજપ અગ્રણી 5 દિવસ ના રીમાન્ડ પર, તાલાલા પંથકની હોટલ-રીસોર્ટમાં નેટવર્ક બનાવ્યું છે

તાલાલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

તાલાલા પંથકમાં ભાજપ અગ્રણીના દારૂના ધંધાનો ગીર સોમનાથ એએસપીએ પર્દાફાશ કરી 8 લાખનો દારૂ પકડ્યો હતો. પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને 1 દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. સાથે ઊનાના અંજારના એક બુટલેગરની પણ ધરપકડ કરી છે. તાલાલા પંથકની હોટલ અને રીસોર્ટમાં દારૂનું નેટવર્ક જમાવનાર ભાજપના અગ્રણી અરવિંદ રામોલિયાની 8 લાખના દારૂ સાથે ધરપકડ થયા બાદ પોલીસે તેને તાલાલા જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એમ. કે. મહેતા સમક્ષ રજૂ કરતાં કોર્ટે તેને 5 દિવસના રીમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. દરમ્યાન પોલીસે આ કાંડમાં ઊના તાલુકાના અંજારના બુટલેગર રસીક જીણાની પણ ધરપકડ કરી છે.

ભાજપના નિષ્ઠાવાન કાર્યકરો નિરાશ
તાલાલા પંથકમાં ભાજપમાં હોદ્દા ધારણ કરી દારૂ જેવી પ્રવૃત્તિ કરનાર અરવિંદ પટેલ અને તેને સાથ આપનારા હોદ્દેદારોને લીધે પક્ષના નિષ્ઠાવાન કાર્યકરોમાં નિરાશાની લાગણી છવાઇ ગઇ છે. તાલાલા પંથકમાં ભાજપનો અંચળો પહેરી અનેક ગેરકાનુની પ્રવૃત્તિઓ કરતા અમુક શખ્સો સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ એની ચર્ચા થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...