તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:તાલાલા પાલિકાની ટિકીટમાં ભાજપ સત્તાધારી જૂથ સંગઠન પર હાવી

તાલાલા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોડી રાત્રે શહેર ભાજપ પ્રમુખે રાજીનામું આપ્યું હતું: હવે જંગ જામશે

તાલાલા નગરપાલિકામાં ભાજપના સત્તાધારી જૂથ અને સંગઠન જૂથ વચ્ચે ટિકીટની વહેંચણીને લઇને ભારે ખેંચતાણ વચ્ચે આજે બપોરે 24 નામોની યાદી બહાર પડી હતી. જેમાં 14 નવા ઉમેદવારો છે. જ્યારે 10 ને રિપીટ કરાયા છે. તાલાલા નગરપાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી આખરે જાહેર થઇ છે.

સંગઠન જૂથે સત્તાધારી જૂથ સાથે કોઇ વચલો રસ્તો પસંદ ન કરતાં કોકડું ગુંચવાયું હતું. દરમ્યાન ભાજપ મોવડી મંડળે સત્તાધારી જૂથ તરફથી રજૂ થયેલા 24 નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવતાં તાલાલા શહેર ભાજપ પ્રમુખપદેથી રાજીનામું આપનાર વિજયભાઇ ઠાકરે ટિકીટો માટે સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાના ગૃપના માણસોને ટિકીટ અપાવી હોવાનો અને વર્તમાન બોડી ભ્રષ્ટાચારી નિતીથી કામ કરતી હોવાના આક્ષેપો કર્યા હતા. આથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. આવતીકાલે શનિવારે હવે ઉમેદવારીપત્રો રજૂ કરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપનું ધમાસાણ કેવુંક ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે એ જોવાનું છે.

ભાજપ-કોંગ્રેસ-આપનાં મેન્ડેટ બાકી
તાલાલા પાલિકાની ચૂંટણી માટે આજે 17 ફોર્મ રજૂ થયા હતા. જે વ્યક્તિગત ફોર્મ છે. કોઇ ફોર્મની સાથે રાષ્ટ્રિય પક્ષની માન્યતાવાળા મેન્ડેટ રજૂ થયા નથી. આવતીકાલે સત્તાવાર ઉમેદવારોના ફોર્મ મેન્ડેટની યાદી સાથે રજૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો